• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Patil's Helicopter Could Not Take Off Due To Fog, BJP Workers Held A Large Number Of Bike Rallies In Gondal Following The Guideline

બેદરકારીના દૃશ્યો:ખરાબ હવામાનથી હેલિકોપ્ટરને ઉડાન ભરવામાં મુશ્કેલી, પાટીલે કાર્યક્રમ રદ કર્યો, CR વિના ગોંડલ ભાજપે બાઈક રેલી યોજી કોરોનાને આમંત્રણ આપ્યું

ગોંડલ16 દિવસ પહેલા
BJPના કાર્યકરો દ્વારા ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી કોરોનાને આમંત્રણ આપવામાં આવ્યું
  • પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં કાર્યકરોએ શક્તિ પ્રદર્શન કર્યું
  • બાઈક રેલીમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા

આજે ગોંડલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં તાલુકાના નવા ચૂંટાયેલા 77 જેટલા સરપંચોનો સન્માન સમારોહ યોજવાનો હતો. પરંતુ ખરાબ હવામાનના કારણે સી.આર.પાટીલના હેલિકોપ્ટરને ઉડાન ભરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. જેને પગલે પ્રદેશ પ્રમુખે ગોંડલનો આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હોવાનું ભાજપના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પાટીલની ગેરહાજરીમાં BJPના કાર્યકરોએ કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકી બાઈક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમો ભૂલ્યા હતા. હાલ ત્રીજી લહેરમાં આ રેલી કોરોના સંક્રમણનું હોટસ્પોટ બની શકે છે.

મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બાઈક રેલી યોજાઇ.
મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બાઈક રેલી યોજાઇ.

કોરોના વિસ્ફોટ થઇ શકે તેવા દૃશ્યો
રાજકોટ અને ગોંડલ સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં એકાએક વધારો થઇ રહ્યો છે અને પોઝિટિવ દર્દીઓનું પ્રમાણ હાલ વધી રહ્યું છે. ત્યારે ભાજપને હાલ શક્તિ પ્રદર્શન કરી કોરોના વિસ્ફોટ થઇ શકે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. BJPના કાર્યકરો દ્વારા ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

BJPના કાર્યકરો કોરોના ગાઈડલાઈનના નિયમો ભૂલ્યા.
BJPના કાર્યકરો કોરોના ગાઈડલાઈનના નિયમો ભૂલ્યા.
નવા માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 77 જેટલા સરપંચોનું સન્માન થયું.
નવા માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 77 જેટલા સરપંચોનું સન્માન થયું.

ગોંડલની સીટની ચિંતા મૂકી દેજો
બાઇક રેલી યોજાયા બાદ નેતા અને આગેવાનોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે CM ભુપેન્દ્ર પટેલને કહી દેવામાં આવ્યું છે કે, ગુજરાતની 182 સીટમાંથી ગોંડલની સીટની ચિંતા મૂકી દેજો. અહીંયા ભાજપનો જ વિજય છે. ગોંડલ તાલુકો કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે.

શ્રમયોગી કાર્ડ વિતરણ કરાયું હતું
શ્રમયોગી કાર્ડ વિતરણ કરાયું હતું

ગોંડલથી ગાંધીનગરના આગેવાનોનો સંપર્ક કરવામાં આવશે
નવા માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 77 જેટલા સરપંચોનું સન્માન કર્યું હતું. સાથે શ્રમયોગી કાર્ડ વિતરણ કરાયું હતું. અહીં રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કોઈ પણ કાર્ય અટકશે નહીં પ્રજાની સુખ સુવિધા માટે ત્વરિત નિર્ણય લઇ કાર્યો કરવામાં આવશે. ગોંડલથી ગાંધીનગરના આગેવાનોનો સંપર્ક કરવામાં આવશે.

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા.
મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા.

બાઈક રેલી માર્કેટિંગ યાર્ડ સુધી યોજાઈ હતી
માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, મનસુખ ખાચરિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ સરવૈયા સહિતનાઓ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર બાઈક રેલી યોજી હતી જે માર્કેટિંગ યાર્ડ ખાતે રેલીને વિરામ આપવામાં આવ્યો હતો. અહીં ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

( દેવાંગ ભોજાણી અને હિમાંશુ પુરોહિત,ગોંડલ )