દર્દીઓ પરેશાન:તબીબોની હડતાળ વચ્ચે પીસાતા દર્દીઓ : ડિસ્ચાર્જ વધ્યા, બેડ ખાલી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ પણ ડબલ શિફ્ટમાં કામ કરે છે

રાજ્યભરમાં બોન્ડેડ તબીબો અને રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. જેની અસર દર્દીઓ પર પણ પડી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સાથે 250 ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે જો વૈકલ્પિક વ્યવસ્થા ન ગોઠવાય તો વ્યવસ્થા પડી ભાંગે તેથી તંત્રએ તાબડતોબ આરોગ્ય કેન્દ્રોમાંથી મેડિકલ ઓફિસરની પ્રતિનિયુક્તિ કરી દેવાઈ છે જો કે તેની સંખ્યા 80 જેટલી જ છે આ કારણે સિવિલમાં તબીબોની અછત સર્જાઈ છે.

સોમવારે 2800 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા જ્યારે 264ને દાખલ કરવા પડ્યા હતા. આ સંખ્યામાં કોઇ ફરક પડ્યો નથી પણ ઈમર્જન્સી વોર્ડ, ટ્રોમા સેન્ટર, એન્ટિનેટલ વોર્ડ સહિતમાં બેડ ખાલી હતા. જેથી એક શંકા એ પણ છે કે દર્દીઓને ઝડપથી ડિસ્ચાર્જ કરાઇ રહ્યા છે.

સવારે 8 વાગ્યે આવ્યો હજુ સુધી ટાંકા લીધા નથી
વાવડીમાં રહેતા અને મજૂરીકામ કરતા મંછારામે જણાવ્યું હતું કે, સવારે ઘરે પડી જતા જમણા હાથમાં કાપો પડ્યો હતો અને લોહી વહી ગયું હતું. સિવિલે સવારે 8 વાગ્યે ઈમર્જન્સીમાં પહોંચ્યા તો ત્યાં મલમ પટ્ટી કરીને ઓર્થોપેડિકમાં મોકલ્યા જ્યાં લાઈનમાં રહ્યા બાદ ફોટો પાડ્યો અને તેમાં એક્સ રે ન હોવાથી ટ્રોમા સેન્ટરમાં જવાનું કીધું. ત્યાં ગયા તો ફરી ડોક્ટરે ઈમર્જન્સી વોર્ડમાં મોકલ્યા અને ત્યાં ગયા તો પાછા ટ્રોમા સેન્ટરમાં જવાનું કીધું. બપોરના 1.30 વાગ્યા હોવા છતાં હજુ ટાંકા લીધા નથી.

અન્ય સમાચારો પણ છે...