નોટિસ:એઈમ્સમાં ડિસેમ્બરથી દર્દી દાખલ થઈ શકશે

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝનાના હોસ્પિટલમાં કામ અત્યંત ધીમું ચાલતા જિલ્લા કલેક્ટર નોટિસ આપશે

રાજકોટમાં એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ઝનાના હોસ્પિટલ જેવા મહત્ત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે જે મામલે રિવ્યૂ બેઠક લઈને આ વર્ષના અંત સુધીમાં બે પ્રોજેક્ટ તૈયાર થાય તેવી શક્યતા છે. જિલ્લા કલેક્ટર સમયાંતરે તમામ પ્રોજેક્ટનો રિવ્યૂ લઈ રહ્યાં છે આ દરમિયાન ઝનાના હોસ્પિટલનું કામ ધીમું ચાલી રહ્યું હોવાનું સામે આવતા પીઆઈયુ હેલ્થ વિભાગને નોટિસ આપીને ખુલાસો પૂછવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ તો આ પ્રોજેક્ટ જાન્યુઆરી સુધીમાં પૂરો થવાની શક્યતા છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાલ એઈમ્સમાં ઓપીડી ચાલે છે પણ દર્દીઓને દાખલ કરાતા નથી આગામી 3 મહિના એટલે કે ડિસેમ્બર સુધીમાં દર્દીઓ દાખલ કરી શકાય તેવું એક બિલ્ડિંગ તૈયાર થઈ જતા દર્દીઓને હવે સારવાર પણ ત્યાં જ મળી શકશે. બીજી તરફ તમામ વિભાગના આઈપીડી માટે મે-2023 સુધીમાં કાર્યવાહી થશે. આ ઉપરાંત મહત્ત્વના બીજા પ્રોજેક્ટ એવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું 80 ટકા કામ પૂરું થઈ ગયું છે અને ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં તે પણ તૈયાર થઈ જશે અને ટેમ્પરરી ટર્મિનલ અને રનવે બની જતા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરી શકશે. રાજકોટમાં આ ત્રણેય પ્રોજેક્ટ પૂરા થતા શહેરની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...