• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Patients Are Losing Their Lives Due To Poor Performance Of The Company Operating MRI And CT Scan Center At Rajkot Civil Hospital: Cong Woman Leader

આક્ષેપ:રાજકોટ સિવિલ હોસ્પીટલમાં MRI અને સીટીસ્કેન સેન્ટર ચલાવતી કંપનીની નબળી કામગીરીને કારણે દર્દી જીવ ગુમાવી રહ્યા છે: મહિલા કોંગી નેતા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કલેકટરને લેખિતમાં રજુઆત કરી સહયોગ ઈમેજીંગ સેન્ટરની ફરિયાદ કરી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા

રાજકોટમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કલેકટરથી CM સુધીના પરિપત્ર લખી સહયોગ ઈમેજીંગ સેન્ટરની ફરિયાદ કરી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ પી.ડી.યુ. સરકારી સિવિલ હોસ્પીટલમાં 1.5 T-MRI અને મલ્ટી સ્લાઈસ સીટી સ્કેન સેન્ટર ચલાવતી સહયોગ ઈમેજીંગ સેન્ટરકંપનીની કામગીરીથી સૌરાષ્ટ્રભરના દર્દીઓ પરેશાન છે અને તેની નબળી કામગીરીને કારણે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવે છે.

મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ ઈલાજ માટે આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ ઈલાજ માટે રાજકોટની પી.ડી.યુ. સરકારી સિવીલ હોસ્પીટલમાં આવતા હોય છે ત્યારે મોટા ભાગના રોગના સચોટ નિદાન માટે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચ કરી આધુનિક મશીનરી વસાવવામાં આવતી હોય છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સહયોગ ઈમેજીંગ સેન્ટર કંપની દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. જેમાં દર્દીઓને સીટી સ્કેન MRIની સુવિધાઓ નોમીનલ ચાર્જમાં પુરી પાડવાની હોય છે, ત્યારે આ કામગીરી સંભાળતી કંપની અંગેના મહત્વના મુદ્દાઓ તાકિદે કાર્યવાહી અર્થે આપના ધ્યાન ઉપર મુકીએ છીએ.

દર્દી અને સારવાર કરતા ડોકટરને નિદાનમાં મુશ્કેલી સર્જાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, MRI અને સીટી સ્કેન કરતા ડોકટરની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે જેથી દર્દી અને સારવાર કરતા ડોકટરને નિદાનમાં મુશ્કેલી સર્જાય છે. જેનું ગંભીર પરિણામ દર્દીએ ભોગવવું પડતુ હોય છે.લાંબા સમયથી સેન્ટરમાં રીપોર્ટ બનાવનાર ડોકટરની જગ્યા ખાલી હોવાના કારણે દર્દીના સગા-સંબંધી પાસેથી રૂ.1500, રૂ.3500 અને રૂ.5000 રીપોર્ટના વસુલ્યા બાદ પણ સવારનો રીપોર્ટ બીજા દિવસ સુધી મળતો નથી જેથી દર્દીની મુશ્કેલી વધે છે.

દર્દીનું ઓપરેશન રાજકોટ સિવિલમાં નથી થતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવા રીપોર્ટને કંપની દ્વારા પોતાના મહેસાણા આવેલા સેન્ટર ખાતે ઓનલાઈન મોકલ્યા બાદ ત્યાંથી ડોકટરનો રીપોર્ટ આવ્યા બાદ દર્દીને મળે છે જેના લીધે સમયસરની સારવારમાં ઘોર-વિલંબ થાય છે જેના કારણે તાત્કાલીક સારવારના દર્દીને જીવ ગુમાવવાનો વખત આવે છે. ડોકટર દ્વારા સીટી સ્કેન માટે લખી આપ્યા બાદ દર્દીનું ઓપરેશન રાજકોટ સિવિલમાં થવાનું ન હોવા છતાં કંપની દ્વારા ગરીબ દર્દીઓને નિયમ મુજબ રીપોર્ટના વસુલવામાં આવેલ નાણા પરત કરવાના હોય છે જે પરત આપવામાં નથી આવતા અને ઓળવી જવામાં આવે છે.

ખાતાકીય કાર્યવાહી કરવા માંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્દાઓને ધ્યાને લઈ યોગ્ય તપાસ કરી આ કામગીરીના સક્ષમ જવાબદાર અધિકારી આ કામની કંપની અને તેને સંલગ્ન આ કામના જવાબદારો સામે કામગીરીમાં બેદરકારી શરતોનો ભંગ સહીતની ખાતાકીય કાર્યવાહી કરવા તેમજ આ કામગીરીમાં બેદરકારી સબબ કોઈ દર્દીને કોઈપણ પ્રકારની નુકશાની પહોંચી હોય તો તેની પણ તપાસ કરવામાં આવે અને જેટલા સમયથી આ કામના જવાબદારો સામે ફોજદારી સહિતના પગલા ભરવામાં આવે