તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર?:રાજકોટમાં સિવિલના ચોથા માળેથી કોરોના પોઝિટિવ દર્દીએ છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી, બે કર્મચારીએ પાછળ દોટ મૂકી પણ બચાવી ન શક્યા

રાજકોટ8 દિવસ પહેલા
મૃતક દર્દીની ફાઇલ તસવીર.
  • મૃતક કુવાડવાના રહેવાસી, 29 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવ્યા હતા

રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓના આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ગત રાત્રે 1.30 વાગ્યે સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં દાખલ એક પોઝિટિવ દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. દર્દીને બચાવવા માટે સિવિલ હોસ્પિટલના બે કર્મચારીએ પાછળ દોટ મૂકી હતી પણ બચાવી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. જોકે, દર્દીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ જાણી શકાયુ નથી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

29 એપ્રિલના રોજ દર્દીને સિવિમાં દાખલ કરાયા હતા
પોલીસ તપાસમાં આપઘાત કરનાર દર્દીનું નામ જાગાભાઇ મોહનભાઇ ભલગામડીયા(ઉં.વ.50) હોવાનું અને તે કુવાડવાના સાયપર ગામમાં રહેતાં હોવાનું ખુલ્યું હતું. સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કૂદી આપઘાત કરનાર જાગાભાઇને 29 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે સ્ટાફની અવરજવર ઓછી હોવાથી દર્દીએ ચોથા માળેથી કૂદી જિંદગી ટૂંકાવી લીધી હતી. અગાઉ પણ શહેરમાં સમરસ હોસ્ટેલમાં અને હોમ આઇસોલેટ પોઝિટિવ દર્દીઓએ આપઘાત કરી લીધાના બનાવો બન્યા

બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
બનાવ સ્થળે મૃતકના પરિવારજનો હાજર હોય પોલીસે પંચનામુ કરી મૃતદેહ અંતિમવિધી માટે સોંપ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર જાગાભાઇ ઇલેક્ટ્રિક કામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ ત્રણેય સંતાનના લગ્ન થઇ ગયા છે. જાગાભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. અન્ય બે ભાઇઓના નામ ગિરધરભાઇ અને સંજયભાઇ છે. નાના ભાઇ સંજયભાઇના જણાવ્યા મુજબ હજુ ગત સાંજે જ મેં મોટા ભાઇ જાગાભાઇ સાથે વીડિયો કોલથી વાત કરી હતી. તેમણે પોતાને સારું હોવાનું કહ્યું હતું અને હાથમાં સોય તે બતાવી હતી. એ પછી તેમણે અચાનક આવું પગલું શા માટે ભર્યુ તેનાથી અમે પણ અજાણ છીએ.

સિવિલની કોવિડ હોસ્પિટલના બિલ્ડીંગના ચોથા માળેથી દર્દીએ છલાંગ લગાવી હતી.
સિવિલની કોવિડ હોસ્પિટલના બિલ્ડીંગના ચોથા માળેથી દર્દીએ છલાંગ લગાવી હતી.

પરિવારજનો ન માનતા હોસ્પિટલે સીસીટીવી બતાવ્યા
​​​​​​​
પ્રારંભે તો પરિવારજનોએ જાગાભાઇ આવું પગલુ ભરે જ નહિ તેમ કહેતાં હોસ્પિટલ સ્ટાફે સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતાં. જેમાં જાગાભાઇ વોર્ડમાંથી બહાર નીકળી લોબીમાં જઇ છલાંગ લગાવતાં અને બે કર્મચારી તેમની પાછળ દોટ મુકી બચાવવા જતાં દેખાયા હતાં. એ પછી પરિવારજનોએ ઘટનાને સાચી માની હતી. કોરોનાથી કંટાળી જઇ જાગાભાઇએ આ પગલું ભરી લીધાની અથવા તો સારું નહિ થાય તેવો ભય લાગતાં પગલુ ભર્યાની શક્યતા હાલ પોલીસને જણાય છે.

રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોનાગ્રસ્ત બે કેદીઓએ કાચ ખાધા
​​​​​​​
કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહેતી રાજકોટ મધ્યસ્થ જેલમાં રવિવારે રાતે બે કાચા કામના કેદીએ કાચ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસમથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર લઇ રહેલાની પૂછપરછમાં રૂખડિયાપરાનો ઇમરાન ઉર્ફે માઇકલ અનવર પઠાણ અને કિશન સુરેશ વાંજા નામના કાચા કામના કેદી હોવાનું જણાવ્યું હતું. બંનેના નિવેદન નોંધતા ઇમરાન ઉર્ફે માઇકલ તેની પત્ની સાથે એક વર્ષ પહેલા ગાંજા સાથે પકડાયા બાદ જેલમાં હતો. જ્યારે કિશન મેટોડા જીઆઇડીસીમાં થયેલી હત્યાના ગુનામાં બે વર્ષથી અહીં જેલમાં છે.

મધ્યસ્થ જેલમાં કોરોનાગ્રસ્ત બે કેદીએ કાચ ખાધા.
મધ્યસ્થ જેલમાં કોરોનાગ્રસ્ત બે કેદીએ કાચ ખાધા.

તાવમાં સપડાયેલી મહિલાનો કોરોનાના ભયથી આપઘાત
ત્રણ દિવસ પહેલા કોરોનાના ભયને કારણે એક મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. કલ્પતરૂ સોસાયટીની મહિલાને બે દિવસથી તાવ આવતો હતો અને કોરોના થયો હશે તેવા ભયથી તેણે જિંદગી ટૂંકાવી લીધી હતી. મોરબી રોડ પરની કલ્પતરૂ સોસાયટીમાં રહેતા નિકિતાબેન વિજયભાઇ રાઠોડે (ઉ.વ.37) ગુરૂવારે પોતાના ઘરે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી લીધું હતું. લિક્વિડ ગટગટાવવાથી નિકિતાબેન બેભાન થઇને ઢળી પડ્યા હતા, જાણ થતાં જ પરિવારજનોએ તેમને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો