તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:નડિયાદના કોલેરાના દર્દીનું રાજકોટની હોસ્પિટલમાં મોત, જિલ્લાના 590 ગામના સર્વેમાં 1300 બાળકોમાં તાવ, શરદી અને ઉધરસ લક્ષણો જણાયા

રાજકોટ18 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • 0થી 5 વર્ષની ઉંમરના બાળકનો સર્વે કરવામાં આવી રહ્યો છે

નડિયાદના 55 વર્ષની એક વ્યક્તિને કોલેરા થતા રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું. નડિયાદથી રાજકોટ આવ્યા ત્યારે તબિયત વધારે લથડી ગઈ હતી. નડિયાદના દર્દી રાજકોટ જંક્શન ગેબનશા પીર દરગાહ નજીક આવ્યા હતા. આથી રાજકોટ જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામડાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના 590 ગામમાં સર્વે કરાતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં 1300 બાળકોમાં તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે.

0થી 5 વર્ષના બાળકોનો ડોર ટુ ડોર સર્વે કરાયો
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત હેઠળ આવતા 590 ગામમાં સર્વે હાથ ધરાયો છે. જેમાં 0થી 5 વર્ષની ઉંમરના બાળકનો સર્વે કરવામાં આવી રહ્યો છે. હાલ 80 ટકા સુધી સર્વે પહોંચ્યો છે. બાળકો ઉપરાંત સગીર અને પુખ્ત વયના લોકોનો પણ સર્વે કરવામાં આવી રહ્યો છે.

રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડ.
રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડ.

બે પ્રકારના સર્વે કરવામાં આવી રહ્યો છે
ડોર ટુ ડોર સર્વેમાં બે પ્રકારના સર્વે કરવામાં આવી રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ, બી.પી. અને ડાયાબિટીસના દર્દીઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે. 60 ટકા બાળકોનો સર્વે કરતા 166 કુપોષિત બાળકો મળી આવ્યા છે. જ્યારે 1300 જેટલા બાળકોમાં તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે. હાલ 68000 બાળકનો સર્વે થયો છે. જોકે હજુ સુધી એક પણ બાળક કોરોના પોઝિટિવ મળી આવ્યું નથી. ત્રીજી લહેરને લઇને આ સર્વે સૌથી મહત્વનો છે. જિલ્લા પંચાયતે આ માટે 350 ટીમ તૈયાર કરી છે.

ઉપલેટામાં બાળકો માટે ડાયાલિસિસ યુનિટ શરૂ.
ઉપલેટામાં બાળકો માટે ડાયાલિસિસ યુનિટ શરૂ.

ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં બાળોક માટે ડાયાલિસિસ યુનિટ શરૂ થયું
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી સરકારી હોસ્પિટલમાં હાલ ડાયાલિસિસ યુનિટમાં નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. જેથી હવે બાળકોની સારવાર માટે દૂર દૂર સુધી જવું પડશે નહીં. બાળકોને હવે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસની સારવાર પણ મળશે. અત્યાર સુધી ઉપલેટા પંથકમાં બાળકોને ડાયાલિસિસ માટે રાજકોટ, જામનગર, પોરબંદર, અમદાવાદ સુધી ડાયાલિસિસ કરાવવા માટે જવું પડતું હતું. તેમાંથી હવે રાહત મળી છે. હવે ઉપલેટામાં જ તેની સારવાર અને લાભ ઉપલબ્ધ થયો છે. ત્યારે ઉપલેટાના ડાયાલિસિસ યુનિટમાં પ્રથમ દસ વર્ષના બાળકથી આ શરૂઆત થઈ છે. આથી ડાયાલિસિસ અર્થે આવતા બાળકો અને તેમના વાલીઓ માટે પણ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...