તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેતલસર સગીરા હત્યા કેસ:જેતપુર કોર્ટે આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, આરોપીનું રટણ ‘હું એકલો જ હતો, લોકો કહે છે તેનો સાગરીત છુટો ફરે છે’

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • પોલીસે કહ્યું તમામ મુદ્દે તપાસ ચાલુ છે, આજે કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માગણી કરાશે
  • ખોડલધામથી જેતલસર સુધી પાટીદારોની રવિવારે ન્યાયકૂચ

જેતલસરની સગીરાની સરાજાહેર હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે અને રાજકીય આગેવાનોનું આવાગમન વધ્યું છે. ત્યારે જેતલસર ગામમાં આ ઘટના બાદ કેવો માહોલ છે તે જાણવા મળ્યું કે હજુ પણ ગામમાં દહેશત અને ભયનો માહોલ છે. લોકોમાં હજુ પણ ડર છે. આરોપીની ધરપકડ થઇ ચૂકી છે, છતાં લોકો કહે છે કે કેસ ઝડપથી પુરો થવો જોઇએ તો જ અમને ન્યાય પર વિશ્વાસ બેસે. આ અંગે ગામના પૂર્વ સરપંચ મહેશભાઇ રૈયાણી કહે છે કે આરોપી ભલે એકલો હતો એવું રટણ કરે પરંતુ તેના સાગરિતો હજુ ગામમાં રખડે જ છે, આથી લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે. આવી ઘટના ગામના ઇતિહાસમા પહેલી જ વાર બની છે. ત્યારે પોલીસ અમને સહયોગ આપે જ છે. રવિવારે ખોડલધામથી જેતલસર સુધી પાટીદારોની ન્યાયકૂચ યોજાશે.

SITએ આરોપીને આજે વધુ રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી કોર્ટે આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

કાર્યવાહી ઝડપથી કરે તો પોલીસમાં લોકોનો વિશ્વાસ વધે
ખોડલધામના નરેશ પટેલે પણ સાંત્વના આપી હતી અને આગામી રવિવારે ખોડલધામથી જેતલસર સુધી ન્યાય માટે કૂચ કરવામાં આવશે એવું પણ જાણવા મળી રહ્યું છે. જેતલસરની સગીરાના હત્યારાને કડકમાં કડક સજા મળે તેવી લોક માંગ ઉઠી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ કેસને વધુ મજબૂત બનાવવા સઘન પ્રયાસ કરી રહી છે. સરકારના આદેશ બાદ આ કેસમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના સુપર વિઝન હેઠળ તપાસ થઇ રહી છે.

ખોડલધામ મંદિરની ફાઈલ તસ્વીર
ખોડલધામ મંદિરની ફાઈલ તસ્વીર

તલસ્પર્શી તપાસ થાય તે માટે ખાસ ટીમની રચના કરાઇ
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું હતું કે આજે આરોપી જયેશ ગીરધરભાઇ સરવૈયાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થાય છે ત્યારે આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી ફરીવાર રિમાન્ડની માંગણી કરાશે. આ ઉપરાંત કેસની તલસ્પર્શી તપાસ થાય તે માટે ખાસ ટીમની રચના કરાઇ છે અને તપાસ સ્થાનિક પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાંચ PI અજયસિંહ ગોહિલને સોંપાઇ છે.

વધુ રિમાન્ડની માંગ સાથે આરોપીને આજે કોર્ટમાં રજુ કરાશે
આરોપી જયેશ સરવૈયાએ વિરપુરથી ખરીદેલી છરી કે જેનો હત્યામાં ઉપયોગ કર્યો હતો તે પોલીસે કબ્જે લીધી છે. આ ઉપરાંત વધુ મજબૂત પુરાવા એકત્ર કરી પોલીસ કેસને વધુ મજબૂત બનાવશે અને આરોપીને વધુમાં વધુ સજા મળે તે માટે પ્રયાસ કરશે. આ પહેલા આરોપી જ્યારે ઝડપાયો ત્યારે તેની ધરપકડ બાદ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 12 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આજે આરોપીના રિમાન્ડ પુરા થઇ રહ્યાં છે. જોકે પોલીસને હજુ કેટલાક મુદ્દે તપાસ કરવાની જરૂરિયાત જણાતા આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો