ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતાં જ સ્વાદરસિકો તેમની ફેવરિટ પાણીપૂરી પર તૂટી પડ્યા છે. ખાસ કરીને મોટાં શહેરોમાં ખુમચાની રોડ પરની પાણીપૂરી ખાવા તો લાઈનો લાગી રહી હતી. આ સમયે રાજકોટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાણીપૂરીની લારી, ખુમચા અને દુકાનોમાં ખાસ 'પેથોજેનિક બેક્ટરિયોલોજિકલ ટેસ્ટિંગ’ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પાણીપૂરી અને મસાલાના નમૂના ખાસ આઇસ બોક્સમાં રાખીને વડોદરાની લેબમાં મોકલાઈ રહ્યા છે. જ્યાં રાજકોટની 20 દુકાનો પર ચેકિંગ કરતા બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ મળી આવતા કુલ 14 કિલો ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરાયો છે.
આ સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી
1 ) નારાયણ દિલ્હી ચાટવાલા, દુકાન નં.7, ક્રેડીટ કોર્નર, મોરી હોસ્પિટલની સામે, 25,ન્યુ જાગનાથ
2 ) જય જલારામ પાણીપુરી, શ્રધ્ધા સોસાયટી, ડી માર્ટ પાછળ, પુરુષાર્થ રોડ
3 ) શ્રીજી પાણીપુરી, હરિધવા રોડ, નવનીત હોલની સામે
4 ) પટેલ ભેળ & પાણીપુરી, પટેલ ચોક સામે, નહેરૂનગર ૮૦' રોડ, હરિધવા રોડ
નાશ કર્યાની વિગત
રાજકોટ શહેરની જાહેર જનતાને આરોગ્યપ્રદ અને હાઇજીન ખાદ્યચીજ મળી રહે તે હેતુથી ફુડ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોકર્સ ઝોનમાં રાત્રી રાઉન્ડના ચેંકીગ દરમ્યાન 20 રેંકડીમાં ચકાસણી કરવામાં આવેલ, ચકાસણી દરમ્યાન 5 ફુડ બિઝનેસ ઓપરેટરને ત્યાં વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ મળી આવતા કુલ 14 કિ.ગ્રા.ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવેલ
1 ) ટર્નીંગ પોઇન્ટ ચાઇનીઝ - 1 પેકેટ તથા 1 બોટલ સીન્થેટીક કલરનો નાશ
2 ) આઝાદ ગોલા - 1 કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ બરફનો નાશ
3 ) જય માતાજી દાળપકવાન - ટોમેટો સોસ 2 કિ.ગ્રાનો નાશ
4 ) ગોકુળ ગાંઠીયા - ચટણી 5 કિ.ગ્રા.નો નાશ
5 ) જલારામ ગાંઠીયા - જલેબી, ચીપ્સ, 5 કિ.ગ્રા.નો નાશ
ખાસ ફ્રીઝરમાં નમૂનાઓ વડોદરા મોકલાઈ રહ્યા છે
રાજકોટમાં સૌપ્રથમ વખત પેથોજેનિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દુકાનદાર કે પાણીપૂરી બનાવતા કારીગરો જો પોતે સ્વસ્થ, સ્વચ્છ ન હોય અને ગંદા હાથે કે ગંદી વ્યવસ્થાને કારણે પાણીપૂરી બિનઆરોગ્યપ્રદ બનતી હોય તો એનું પણ પરીક્ષણ થઇ જશે. નમૂનાઓ લઇને એ જ દિવસે વડોદરા લેબોરેટરીએ પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ફ્રીઝર જેવા આઇસ બોકસમાં આ સેમ્પલ સાચવીને રવાના કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.