તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Patel, Who Sells CCC Certificate For Rs 2,300 Without Examination, Will Be Booked Against The Computer Owner And Receptionist.

ભાસ્કર ઈમ્પેક્ટ:પરીક્ષા વગર રૂ.2300માં CCC સર્ટિફિકેટ વેચનાર પટેલ કમ્પ્યૂટરના માલિક અને રિસેપ્શનિસ્ટ સામે ગુનો નોંધાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી નોકરી માટે ફરજિયાત સીસીસી સર્ટિફિકેટ કોઇપણ પ્રકારની પરીક્ષા વગર વેચાતા હોવાનો દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો હતો. શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલા પટેલ કમ્પ્યૂટર ક્લાસીસે રૂ.2300 લઇ માત્ર 15 મિનિટમાં જ સર્ટિફિકેટ આપી દીધું હતું. પોલીસે આ મામલે ક્લાસીસના ડિરેક્ટર (માલિક) અને રિસેપ્શનિસ્ટ સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી બંનેની અટકાયત કરી હતી.

શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલા પટેલ કમ્પ્યૂટર ક્લાસીસમાં સીસીસી સર્ટિફિકેટ વેચાતા હોવાની માહિતી મળતાં ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ પટેલ કમ્પ્યૂટરે પહોંચી હતી અને સીસીસી સર્ટિફિકેટ મેળવવા માટેની વાત કરતાં ક્લાસીસની રિસેપ્શનિસ્ટે રૂ.2300 લઇને 15 મિનિટમાં જ સર્ટિફિકેટ આપી દીધું હતું. તા.29ના દિવ્ય ભાસ્કરના અંકમાં સ્ટિંગ ઓપરેશન પ્રસિદ્ધ થતાં જ દેકારો મચી ગયો હતો. એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જોષી અને પીએસઆઇ ભટ્ટ સહિતની ટીમ પટેલ કમ્પ્યૂટરે દોડી ગઇ હતી અને ક્લાસીસના સંચાલક ગુણવંત પટેલ અને રિસેપ્શનિસ્ટ અવનિ હર્ષિલ કુબાવતને ઉઠાવી લીધા હતા. ક્લાસીસમાંથી થોકબંધ સાહિત્ય પણ પોલીસે જપ્ત કર્યું છે.

અનેક ઉમેદવારને સર્ટિ. કાઢી આપ્યાની શંકા
દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન બાદ પોલીસ સક્રિય બની હતી અને પટેલ કમ્પ્યૂટરના સંચાલક ગુણવંત પટેલ અને કર્મચારી અવનિ કુબાવતની અટકાયત કરી હતી. વર્ષોથી ચાલતા આ ક્લાસીસમાંથી અગાઉ પણ અનેક લોકોએ પરીક્ષા આપ્યા વગર સીસીસી સર્ટિફિકેટ મેળવ્યાની શંકા સેવાઇ રહી છે, પોલીસ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મસમોટાં ગોટાળાનો પર્દાફાશ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...