તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સ્પાઈસ જેટે ફ્લાઈટ રદ કરતા યાત્રિકો રઝળ્યા

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

14મીથી રાજકોટથી મુંબઈની સ્પાઈસ જેટની ફ્લાઈટ બે દિવસમાં જ પડી ભાંગી હોય એમ ગુરુવારે સવારે 8.30 કલાકની મુંબઈની ફ્લાઈટ બુધવારે છેલ્લી ઘડીએ કેન્સલ જાહેર કરતા મુંબઈ જનારા યાત્રિકો છેલ્લી ઘડીએ રઝળી પડ્યા હતા. રાજકોટથી મુંબઈ સવારની સ્પાઈસ જેટની ફ્લાઈટને પૂરતા યાત્રિકો નહીં મળવાને કારણે તારીખ 17મીને ગુરુવારની મુંબઈની ફ્લાઈટ રદ કરી છે. આ ફ્લાઈટમાં અંદાજિત 30થી વધુ યાત્રિકોએ બુકિંગ કરાવ્યા હતા. દિલ્હીની ફ્લાઈટમાં પણ પૂરતા યાત્રિકો નહીં મળે તો તે પણ રદ થવાની હાલ પ્રબળ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...