પ્લેનમાં અકળામણ:રાજકોટ એરપોર્ટ પર મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એસી બંધ થતા મુસાફરો પરસેવે રેબઝેબ, કહ્યું- લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા

રાજકોટ22 દિવસ પહેલા
મુસાફરો રૂમાલથી પરસેવો લૂંછતા નજરે પડ્યા.

રાજકોટથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એસી બંધ થતાં મુસાફરો હેરાન-પરેશાન થયા હતા. ગરમીમાં મુસાફરોએ મુસાફરી કરી હતી. ફ્લાઈટમાં એસી બંધ થઈ જતાં મુસાફરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. આથી મુસાફરોએ દેકારો કર્યો હતો. એસી કયા કારણોસર બંધ હતું તેવું જાણવા મળ્યું નથી. પરંતુ મુસાફરોએ અસહ્ય ગરમીમાં કેવી હાલાકી પડી રહી છે તેનો ફ્લાઈટ અંદરથી જ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં એક મુસાફરે જણાવ્યું હતું કે, લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા છે.

મુસાફરોએ હૈયાવરાળ ઠાલવી
રાજકોટ એરપોર્ટ પર મુંબઈની ફ્લાઈટમાં અંદર બેઠેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, અત્યારે તો ગરમીમાં બધાને હેરાન કરી દીધા છે. પોણો કલાકથી હેરાન થઈએ છીએ. જેમાં બાળકો અને વૃદ્ધો પણ છે. આ સિવાય દર્દીઓ પણ મુસાફરી કરી રહ્યા છે. ફ્લાઈટમાં કંઈક ટેક્નિકલ ફોલ્ટ લાગે છે પણ આ લોકો કંઈ એનાઉન્સ કરતા નથી. ખૂબ વિનંતી કરવા છતાં દરવાજો ખોલતા નથી. લોકલ સિટી બસ જેવી વ્યવસ્થા છે.

એસી બંધ હોવાથી ફ્લાઈટમાં મુસાફરોએ રોષ ઠાલવ્યો.
એસી બંધ હોવાથી ફ્લાઈટમાં મુસાફરોએ રોષ ઠાલવ્યો.

મુસાફરો રૂમાલથી પરસેવો લૂંછતા જોવા મળ્યા
મુંબઈ ફ્લાઈટમાં એસી બંધ હોવાથી મુસાફરો ભારે અકળાયા હતા. પરસેવે રેબઝેબ થતા રૂમાલથી પરસેવો લૂછતા નજરે પડ્યા હતા. થોડીવાર તો મુસાફરોએ ફ્લાઈટમાં દેકારો કર્યો હતો. એક મુસાફરે પોતાના મોબાઈલમાં મુસાફરોની વ્યથાનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. ફ્લાઈટમાં મુસાફરોએ સગવડતાને બદલે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

મુસાફરોએ દરવાજો ખોલવા વિનંતી કરી પણ સ્ટાફે વાત સાંભળી નહીં.
મુસાફરોએ દરવાજો ખોલવા વિનંતી કરી પણ સ્ટાફે વાત સાંભળી નહીં.
મુસાફરો રૂમાલથી પરસેવો લૂંછતા નજરે પડ્યા.
મુસાફરો રૂમાલથી પરસેવો લૂંછતા નજરે પડ્યા.