તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Parties Including Congress NCP Filed 317 Forms, 246 Parties Will Contest, Ward No. The Highest Number Of 39 Candidates Was Registered In 1

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસ-NCP સહિતના પક્ષે 317 ફોર્મ ભર્યા, 246 પક્ષમાંથી લડશે, વોર્ડ નં. 1માં સૌથી વધુ 39 ઉમેદવાર નોંધાયા

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે શનિવારે છેલ્લો દિવસ હતો અને એક જ દિવસમાં 317 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે આ સાથે કુલ ફોર્મની સંખ્યા 635 અને તેમાં 539 ઉમેદવાર હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે. રાજકોટમાં ટિકિટને લઈને અનેક વિવાદ અને ઘમાસાણ થઈ રહ્યા છે તેવામાં છેલ્લા દિવસે ભાજપના વોર્ડ નં.13ના વોર્ડ પ્રમુખ સંજયસિંહ વાઘેલાએ પક્ષ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. આ રીતે ઘણી જગ્યાએ અપક્ષ તરીકે પણ દાવેદારોએ ઝંપલાવ્યું છે. છેલ્લી સ્થિતિએ સૌથી વધુ ઉમેદવારોની સંખ્યા વોર્ડ નં.1માં નોંધાઈ છે.

અહીં 43 ફોર્મ ભરાયા છે અને સાથે 39 દાવેદાર છે, જ્યારે સૌથી ઓછા 24 દાવેદાર વોર્ડ નં.2માં નોંધાયા છે.ફોર્મ ભરીને સ્વીકારવાની પ્રક્રિયા 1 તારીખથી શરૂ થઈ હતી. બે દિવસ એકપણ ફોર્મ આવ્યા ન હતા ત્રીજી તારીખે 2 અને ચોથી તારીખે 22 ફોર્મ જમા થયા હતા. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરતા પાંચમી તારીખે 294 અને છઠ્ઠી તારીખે 317 ફોર્મ આવ્યા હતા. હવે સોમવારે તમામ ફોર્મની સ્ક્રૂટિની કરાશે અને તેમાંથી જે નિયમ મુજબ ભરાયેલા હશે તે ઉમેદવાર જ ચૂંટણી લડી શકશે, જ્યારે અમુક ફોર્મ રદ પણ થઈ શકે છે.

ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 રાખવામાં આવી છે.ફોર્મ ભરવાની પ્રક્રિયા બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. સૌથી વધુ ગડમથલ, ભાગમભાગ અને ટેન્શન કોંગ્રેસના ઉમેદવારને રહ્યું હતું. કારણ કે, અમુક વોર્ડના નામ બપોરે 2 વાગ્યા સુધી જાહેર થયા ન હતા. ઉમેદવારો ફોર્મ ભરીને ચૂંટણી અધિકારીની ચેમ્બર બહાર ઊભા હતા પરંતુ મેન્ડેટ ન હોવાથી કંઈ કરી શકયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો