આ પાણી ક્યારે ઓરસશે ?:રાજકોટમાં પોપટપરાનું નાલુ માથાના દુખાવા સમાન, વરસાદ વરસ્યાના 16 કલાક બાદ પણ પાણીની રેલમછેલ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાહન ચાલકો અને પગપાળા જતા લોકો પર જોખમ ઊભું થઇ રહ્યું છે - Divya Bhaskar
વાહન ચાલકો અને પગપાળા જતા લોકો પર જોખમ ઊભું થઇ રહ્યું છે

રાજકોટમાં વરસાદ કેટલો પડ્યો એ જો જાણવું હોય તો જંકશન રેલ્વે સ્ટેશન પાસે આવેલું પોપટપરા નાલાએ પહોંચી જવું પડે. જ્યાં એક ઇંચ વરસાદમાં જળબંબાકાર સર્જાય અને વરસાદી પાણી ભરાઈ જાય છે. સોમવારે રાજકોટમાં સાંજે 6.30 કલાકે વાતાવરણ બદલાયું હતું. 30 મિનિટ સુધી વાદળો છવાયા બાદ સાંજે 7.00 કલાકે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો. તેને 16 કલાક વીતી ગયા છે. છતાં નાલામાં હજુ પણ પાણી ઓસર્યા નથી. અને હજુ સુધી પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.

ચોમાસા દરમિયાન પાણીની રેલમછેલ જોવા મળી રહી છે
ચોમાસા દરમિયાન પાણીની રેલમછેલ જોવા મળી રહી છે

શહેરનું સૌથી જોખમી નાલુ
શહેરનું સૌથી વધારે જોખમી નાલુ હોય તો તે પોપટપરાનું નાલુ છે. પણ પોપટ પરાના નાલા માંથી સતત પાણી વહી રહે છે અને લોકો પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે અનેક લોકોના વાહનો પણ બંધ થાય છે હજુ આ પ્રજા માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. પોપટપરા પછી અનેક વિસ્તારો આવે ત્યાં જવું હોય તો આજ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે.

સ્થાનિકો પણ હવે ટેવાઈ ગયા
સ્થાનિકો પણ હવે ટેવાઈ ગયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
સોમવારે સૌથી વધુ વેસ્ટ ઝોનમાં બે ઈંચ, સેન્ટ્રલ ઝોનમાં એક ઈંચ અને ઈસ્ટ ઝોનમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. બે ઈંચ વરસાદમાં રાજકોટ શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા અને રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 38.92 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ 16 સપ્ટેમ્બર સુધી મધ્યમથી લઇને ભારે વરસાદ પડી શકે છે. દિવસભર ઊંચું તાપમાન રહે છે જેથી હવા ગરમ થઈને ઉપર જાય છે અને વાદળો બંધાઈ છે જે રાત્રે અથવા તો સાંજે વરસે છે.