નિર્ણય:પાર્કિંગ પોલિસીમાં મનપાને દંડ કરવાની સત્તા નહીં, વાહન પાર્કનો ચાર્જ બધી જ જગ્યાએ એક સરખો, સમયમાં વધારો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ટો કરવા, રોડ અને દુકાનો પાસે પાર્કિંગ ચાર્જ, પાર્કિંગ પરમિટ, પ્રીમિયમ રેટ સહિતનો છેદ ઉડાવાયો
  • પોલીસ અને RTO મનપાને સૂચન કરે ત્યાં બનાવી દેશે પાર્કિંગ, જ્યાં પ્રતિબંધિત હોય ત્યાં બોર્ડ મારી આપશે, આ સિવાય કોઇ કામગીરી નહિ કરે

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પદાધિકારીઓએ પાર્કિંગ પોલિસીને સુધારા સાથે મંજૂરી આપી છે. જોકે પદાધિકારીઓએ સુધારા નહિ પણ જોગવાઈઓ પર કાપ જ મૂકી દીધો છે અને ફક્ત કહેવા માટે પોલિસી રહી છે. તેનાથી મનપાની કાર્યપદ્ધતિમાં કોઇ નવો ફરક પડવાનો નથી. લોકોને પણ કોઇ ફરક પડશે નહિ કારણ કે જે પણ વધારાના પાર્કિંગ ચાર્જ હતા તે તમામ પડતા મુકાયા છે. ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીમાં જે વધુ અવરજવર વાળા માર્ગ છે.

ત્યાં પ્રીમિયમ પાર્કિંગ રેટ લગાવવા ભલામણ હતી સ્ટેન્ડિંગમાં આ બધા જ રેટ હટાવી લીધા છે અને સમગ્ર શહેરમાં એક જ પ્રકારનો ચાર્જ લેવા કહ્યું છે. આ ઉપરાંત તેમાં દર કલાકના ચાર્જને બદલે દર 3 કલાકનો ચાર્જ લેવા માટે સૂચન કર્યું છે. પોલિસીમાં મનપાએ નવો ટ્રાફિક સેલ રચવો તેમજ આ સેલનો પાર્કિંગ ઝોનમાં પડેલા વાહનો ટો કરી દંડ કરશે તેવી જોગવાઈ હતી તેમજ નો પાર્કિંગ એ બધી જ સત્તા હતી. જોકે આ તમામ બાબતોમાં વહીવટી ગૂંચ ઊભી થશે તેમ કહીને સેલની રચનાની જરૂર નથી અને હાલ ટ્રાફિક શાખા છે.

તે જ કામ કરશે તેમ કહી તેની બધી જ સત્તાઓ નકારી કાઢી પાર્કિંગ તેમજ નો પાર્કિંગ સહિતનો નિર્ણય ટ્રાફિક પોલીસ અને આરટીઓ જ કરી શકે તેમ કહ્યું છે. આ બંને વિભાગ જ્યાં કહેશે ત્યાં મનપા સિવિલ વર્ક, કલરકામ તેમજ બોર્ડ બનાવી દેશે આ સિવાયની કોઇ કામગીરી કરવાની થશે નહીં. પાર્કિંગ પરમિટને બદલે હાલ જે પાર્કિંગ પ્લોટમાં માસિક દર છે તે યથાવત્ રાખ્યો છે.

પાર્કિંગ પોલિસી, એ બધું જ જે તમે જાણવા માગો છો

  • પાર્કિંગના દર એક સમાન રહેશે, પ્રીમિયમ વિસ્તારો શેરીઓ અને નોન-પ્રીમિયમ વિસ્તારની જોગવાઈ પડતી મુકાઈ.
  • પાર્કિંગની આવકનો ઉપયોગ માર્ગ સુધારણા માટે કરવા સૂચનો મગાવવાની જોગવાઈ યથાવત્ રહી.
  • ટ્રાફિક શાખા હોવાથી અલગથી પાર્કિંગ સેલ ઊભો કરવાની જોગવાઈ રદ, શાખા અન્ય વિભાગો સાથે સંકલન કરશે.
  • ગેરકાયદે થતા વાહનોને ખસેડવાની કામગીરી તેમજ અન્ય કોઇ સીધી કાર્યવાહી મનપા કરશે નહિ તે અંગે કોઇ વધારાની ફી કે ચાર્જ નહિ વસૂલે.
  • પ્રૂફ ઓફ પાર્કિંગની જોગવાઈ કેન્દ્ર સરકારની જોગવાઈ મુજબ વિચારાશે, હાલ કોઇ અમલ નહિ.
  • મુખ્ય રસ્તાઓ પર વાહન પાર્ક કરવા માટે વધારાના પાર્કિંગ પરમિટની જોગવાઈ રદ, પાર્કિંગ પ્લોટમાં જે માસિક પાસ છે તે ચાલુ રહેશે.
  • મનપાના રસ્તાઓમાં રિક્ષા કે ટેક્સી પાર્કિંગની જગ્યા નક્કી કરવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સાથે સંકલન કરી જગ્યા નક્કી કરાશે. મનપા આ સ્થળોએ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.

પાર્કિંગનો માસિક ચાર્જ
350- રૂપિયા ટુ-વ્હીલર
600- રૂપિયા કાર સહિત લાઈટ કોમર્શિયલ વ્હીકલ
1200- રૂપિયા હેવી કોમર્શિયલ વ્હીકલના

પાર્કિંગ માટે દર યથાવત્, કલાકો વધારી દેવાઈ
વાહન0થી 3 કલાક3થી 66થી 9 કલાક9થી 12 કલાક12થી 24 કલાક
ટુ વ્હિલર510152025
થ્રી વ્હિલર1015202530
કાર20306080100
LCV20306080100
HCV405070100120

​​​​​​​

હાલ શહેરમાં અલગ-અલગ 41 પાર્કિંગ પ્લોટ, નવા અમલમાં મુકાશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ઘર પાસે વાહન પાર્ક કરવા, દુકાન પાસે વાહન પાર્ક કરતા તેમજ રોડ પર પાર્ક કરવાના ચાર્જની જોગવાઈ મંજૂર કરાઈ નથી. ફક્ત મનપાએ જે પાર્કિંગ પ્લોટ અથવા તો પાર્કિંગની જગ્યા જાહેર કરી છે તેમાં જ ચાર્જ લેવાશે. હાલ 41 પાર્કિંગ પ્લોટ છે. આ સિવાય પોલીસ, આરટીઓ સૂચવશે ત્યાં સિવિલ વર્ક તેમજ બોર્ડ સહિતની કામગીરી મનપા કરી આપશે. આ સિવાય દંડ લેવાની કે વાહન જપ્તીની કોઇ કાર્યવાહી મનપા કરશે નહીં.

અન્ય સમાચારો પણ છે...