સિદ્ધિ:પરિતોષે 14 કલાકમાં 17,694 ફૂટ ઊંચું શિખર સર કર્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરના 41 પૈકી રાજકોટના એકમાત્ર પર્વતારોહકે સિદ્ધિ મેળવી

ગુજરાતના લોકો સામાન્ય રીતે સાહસિક પ્રવૃત્તિઓ અને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યુવાનોએ દુર્ગમ પહાડો પરના પર્વતારોહણ જેવી પ્રવૃતિઓને જાણે શોખ બનાવી દીધો હોય તેમ અનેક યુવાનોએ હિમાલય સહિતના દુર્ગમ પહાડો પર કઠિન પર્વતારોહણ કરી નામ રોશન કર્યું છે.

ત્યારે આવી જ સાહસિકતાનો પરિચય કરાવ્યો પરિતોષ સંખલાએ, રાજકોટ એકાઉન્ટ જનરલ ઓફિસમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પરિતોષે તાજેતરમાં જવાહર ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ દ્વારા લદાખ વિસ્તારમાં 17,694 ફૂટ ઉપર આવેલા માઉન્ટ મચોય પીક સર કરવા માટે ગયા હતા. દુર્ગમ પહાડો પર પર્વતારોહણની તાલીમ મેળવ્યા બાદ પરિતોષે માઉન્ટ મચોય પીક સર કરવા સજ્જ થયા હતા. તેમની ટીમ સાથે દેશભરના 41 પર્વતારોહક જોડાયા હતા. જેમાં પરિતોષ સૌરાષ્ટ્રના એક માત્ર પર્વતારોહક હતા.

ત્યારે પરિતોષે સાહસિકતાનો પરિચય આપી માત્ર 14 કલાકમાં માઉન્ટ મચોય પીક સર કરી સિદ્ધિ મેળવી છે. દુર્ગમ ચઢાણ, અત્યંત નીચા તાપમાનનો સામનો કરી સફળતાપૂર્વક આરોહણ કરી પરિતોષે 17,694 ફૂટે ભારતીય તિરંગાને લહેરાવ્યો હતો. પરિતોષે જણાવ્યું કે, બ્રિટિશ મેડિકલ ટીમ દ્વારા 1912માં ડો.અર્નેસ્ટ નેવેની આગેવાની હેઠળ આ મચોય પીકનું સૌ પ્રથમ સર્વેક્ષણ કરાયું હતું. બાદમાં 10, સપ્ટેમ્બર 1984માં ભારતીય સેનાએ મા.મચોય પીક પર પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...