• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Parineeta, Who Was Traveling From Jasdan To Rajkot On A Bike With Her Husband, Got Dizzy, Fell Down From A Running Bike, Got Injured And Died During Treatment.

અકસ્માત:પતિ સાથે બાઈક પર જસદણથી રાજકોટ જતી પરિણીતાને ચક્કર આવ્યા, ચાલુ બાઇક પરથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થઈ, સારવાર દરમિયાન દમ તોડ્યો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કમળાપુરથી રાજકોટ બનેવીની ખબર પૂછવા જતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા

રાજકોટમાં અકસ્માતનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ સાથે બાઈક પર જસદણથી રાજકોટ જતી પરિણીતાને અચાનક ચક્કર આવતા ચાલુ બાઇક પરથી નીચે પટકાતા તે ઈજાગ્રસ્ત થઈ હતી. અને સારવાર દરમિયાન પરિણીતાનું મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

કમળાપુરથી રાજકોટ બનેવીની ખબર પૂછવા જતા હતા
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના કમળાપુર ગામે રહેતા મમતાબેન જીણાભાઈ ચાવડા (ઉ.વ.27)નામની પરિણીતા પતિના બાઈક પાછળ બેસી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરેલા બનેવીની ખબર પૂછવા જતી હતી ત્યારે આણંદપર અને ચોટીલા વચ્ચે આવેલા પાંચવડા ગામ પાસે પહોંચતા મમતાબેનને અચાનક ચક્કર આવતા તે ચાલુ બાઈક પરથી નીચે પડી હતી.

સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
જેમાં ગંભીર રીતે ઘવાયેલા મમતાબેન ચાવડાને તાત્કાલીક સારવાર માટે ચોટીલા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કરૂણી કલ્પાંત સર્જાયો છે.

( દિપક રવિયા, જસદણ )