તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:માવતરેથી પૈસા લઇ આવવાના ત્રાસથી પરિણીતાએ કર્યો’તો આપઘાતનો પ્રયાસ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે પરિણીતાએ એસિડ, ઝેરી દવા પી આજી ડેમમાં ઝંપલાવ્યું’તું

શહેરના રણુજા મંદિર પાસે રહેતા દર્શનાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન અઢી વર્ષ પહેલા અલ્પેશ દામજીભાઇ ખૂંટ સાથે થયા છે. લગ્નના થોડા સમય બાદ જ પતિ અલ્પેશે મકાનના હપ્તા ચાલુ છે તું માવતરેથી હપ્તાના પૈસા લઇ આવ તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ સસરા દામજીભાઇ, સાસુ કંચનબેન, કાકીજી કિરણબેન રઘુભાઇ, જેઠ જગદીશભાઇ અને જેઠાણી જુલીબેન પતિ અલ્પેશને ચઢામણી કરતા પતિ અલ્પેશ રોજ ઝઘડો કરી છૂટાછેડા દેવા દબાણ કરતા હતા.

ત્યારે તા.29ના રોજ ફરી ઝઘડો થતા પતિ અલ્પેશે મકાનના બીજા માળેથી ઠેકડો મારતા હોસ્પિટલ ખસેડાયા હતા. પોતે પિયર જતી રહી હતી. દરમિયાન પતિના ખબર અંતર પૂછવા ફોન કરતા અલ્પેશે ફોન ઉપાડ્યો ન હતો. પતિને મળવાની કોશિશ કરી પરંતુ સાસરિયાઓ મળવા દેતા ન હતા. જેનું લાગી આવતા એસિડ સાથે દવા પી આજી ડેમમાં ઝંપલાવ્યું હતું, પરંતુ અહીં કેટલીક મહિલાઓ કપડાં ધોતી હોય પોતાને પાણીમાંથી બહાર કાઢી હતી. બાદમાં મારા મોબાઇલથી પિતાને જાણ કરી મને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...