તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરિયાનો ત્રાસ:ઘર ચલાવવા પરિણીતાએ શિક્ષિકાની નોકરી કરી, તો પતિએ ચારિત્ર પર શંકા કરી ત્રાસ દીધો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ.એ.બી.એડ થયેલી પરિણીતા આત્મનિર્ભર બનતા પતિ સહિત સાસરિયાનો ત્રાસ

સાસરિયાઓ દ્વારા પુત્રવધૂ પર થતા અત્યાચારના બનાવો વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં હાલ બે મહિનાથી જેતપુર માવતરે રહેતી ધર્મિષ્ઠાએ રાજકોટના મવડી વિસ્તારના રાધે પાર્કમાં રહેતા પતિ જિગ્નેશ લક્ષ્મણભાઇ વાગડિયા અને સાસુ સમજુબેન સામે ફરિયાદ નોંધાવી છે. એમ.એ., બી.એડ સુધીનો અભ્યાસ કરનાર ધર્મિષ્ઠાએ નોંધાવેલી ફરિયાદમાં તેના લગ્ન 16 વર્ષ પહેલા રાજકોટ યાર્ડમાં તેલનો ધંધો કરતા જિગ્નેશ સાથે થયા છે. લગ્નના થોડા સમય બાદ જ સાસુ તું ભણેલી હોય તો શું થયું તારાથી પણ સારી છોકરીઓ ખેતીકામ કરે છે, તારે પણ ખેતીકામ કરવાનું છે કહી મેણાં મારતા હતા.

પતિને ચઢામણી કરતા પતિ પણ ઝઘડો કરતા હતા. દરમિયાન ઘરમાંથી ઘરેણાં અને પૈસાની ચોરી થતાં પતિ સાથે ઝઘડાઓ શરૂ થયા હતા. જેને કારણે પતિ પોતાને ગાળો ભાંડી માર મારતા હતા. બાદમાં પતિએ તેલનો ધંધો બંધ કરી દીધો હતો. જેને કારણે ઘરખર્ચના પણ પૈસા આપતા નહિ. ત્યારે પોતે સુશિક્ષિત હોય ઘર ચલાવવા માટે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરીએ જોડાઇ હતી. શાળાએ પોતે નોકરી કરવા જતા પતિ પોતાના ચારિત્ર પર શંકા કરી ઝઘડો કરતા હતા.

આ સમયે સાસુ પણ તારો જ વાંક હોવાનું કહી પતિને ઉશ્કેરતા હતા. જેને કારણે પતિ મકાનના કાગળમાં સહી કરી દે તો હું તને છૂટાછેડા આપી દઉ. તેમજ પોતાને અહીંથી જતા રહેવાનું કહેતા પોતે પુત્રને લઇ જેતપુર ચાલી ગઇ હતી. લાંબા સમય પછી પણ પતિ પોતાને તેડવા નહિ આવતા અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...