• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Parineeta Left Home After Taking Poisonous Drugs At Her Father's House, Collapsed At Her Father in law's House, Died In Hospital, And Was Married Only A Year Ago.

આત્મહત્યા:રાજકોટમાં પરિણીતાએ પિતાના ઘરે ઝેરી દવા પીધા બાદ નીકળી ગઇ, સસરાના ઘરે ઢળી પડી, હોસ્પિટલમાં મોત, લગ્નને એક વર્ષ જ થયું હતું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પિતા અવારનવાર છૂટાછેડા લઇ લે તેવું દીકરીને કહેતા હતા

એક વર્ષ પહેલાં જ લગ્ન કરનાર આણંદપરની પરિણીતા પિતાના ઘરે દવા પીધા બાદ મોરબી રોડ પર ગવરીદળમાં સાસરે પહોંચી ઢળી પડી હતી. આથી તેને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પિતા અવારનવાર છૂટાછેડા લઇ લે તેવું કહેતા
ગવરીદળ IOC પ્લાન્ટ પાસે રહેતી રાજીબેન દલસુખભાઈ જખાણીયા ગઈકાલે પોતાના પિતા નાથાભાઈના ઘરે આણંદપર ગઈ હતી. ત્યાં પિતાએ કહ્યું કે તું છૂટાછેડા લઇ લે તને ત્યાં નથી મોકલવી. તેમ કહેતા લાગી આવતા ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી અને ત્યાંથી તે સાસરે પહોંચતા જ ઢળી પડી હતી. ત્યારબાદ તેણીને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું હતું.

ઘરેથી નાસ્તો કરવા જાવ છું તેમ કહી ઝેરી દવા પી લીધી
રાજીબેનના લગ્નને એક વર્ષ થયું છે. ઘરેથી નાસ્તો કરવા જાવ છું તેમ પિતાને કહી નીકળ્યા બાદ પગલું ભર્યું હતું. પતિ મજૂરી કામ કરે છે. પિતા અવાર નવાર છૂટાછેડા લેવાનું કહેતા લાગી આવતા પગલું ભરી લીધાનો પતિએ આક્ષેપ કર્યો હતો. જોકે, સાચુ કારણ જાણવા કુવાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

લક્ષ્મીનગરમાં પુત્રના ઝઘડાથી કંટાળી માતાનો આપઘાત
રાજકોટના લક્ષ્મીનગર શેરી નં. 3માં રહેતાં હંસાબેન દિલીપભાઇ ચૌહાણે 16 ઓક્ટોબરના રોજ સાંજે ઘરે કીડી મારવાનો ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેમનું ગતરાત્રે સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગરના PSI આર. બી. રાણા, દિલીપસિંહ જાદવ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ હંસાબેનનું બેભાન હાલતમાં જ મૃત્યુ થયું હતું. તેમના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.