રાજકોટમાં લોધીકાના હરિપર પાળ ગામે રહેતી પારૃલબેન ચંદુભાઇ પરમાર (ઉ.વ.37) નામની પરિણીતાએ ગત 7 મેં ના રોજ ઘરે ઝેરી દવા પી લેતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આજે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.પારુલબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ પારુલબેનને તા. 7 મેં ના રોજ મોરબીના ધ્રુવનગર ખાતે માતાજીના માંડવામાં જવું હતું. પરંતુ ત્યાં જવા પ્રશ્ને પતિ સાથે ચડભડ થતાં માઠુ લાગ્યું હતું. બધા સુઇ ગયા બાદ રાતે ત્રણેક વાગ્યે તેણીએ ઝેર પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આજે મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. લોધીકા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.
લવમેરેજ કરવા પરિવારજનોએ મનાઈ ફરમાવતા યુવકે વખ ઘોળ્યું
રાજકોટ શહેરના સામા કાંઠે ગણેશ સિલ્વર કારખાનામાં રહી ત્યાં જ કામ કરતાં મુળ ચોટીલાના ચીરોડા ગામના જયેશ ધીરૃભાઇ સોરાણી (ઉ.વ.22) નામના યુવાને સદ્દગુરૃ કોમ્પલેક્ષ પાસે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જયેશના પિત્રાઇ ભાઇ હરદિપભાઇએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયેશ ચીરોડાનો વતની છે અને હાલ રાજકોટ કારખાનામાં રહી કામ કરે છે. તેણીને એક છોકરી સાથે લવમેરેજ કરવા હોઇ પરિવારજનોએ તેનો વિરોધ કરતાં માઠુ લાગવાથી આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
અભ્યાસ બાબતે પત્ની સાથે ઝગડો થતા પતિએ ગળેફાંસો ખાધો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર સામે જડેશ્વર વેલનાથમાં રહેતાં રવિ મનસુખભાઇ સોલંકી (ઉ.વ.22) નામના કોળી યુવાને ઘરના ઉપરના રૂમમાં એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.પોલીસ તપાસમાં આપઘાત કરનાર રવિ કારખાનામાં મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્નિને હાલમાં એલએલબીનો અભ્યાસ કરવો હતો. પરંતુ રવિને તેને અભ્યાસ કરવાની ના પાડતાં બંને વચ્ચે ચડભડ થઇ હતી. જેના કારણે રવિને માઠુ લાગી જતાં ઘરના ઉપરના રૂમમાં જઇ આ પગલુ ભરી લીધું હતું. પરિવારજનો ઉપર જતાં દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તોડીને જોતાં રવિ લટકતો મળ્યો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.