તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કેક કટિંગમાં આવવામાં દિયરે મોડું કરતાં પરિણીતાએ જન્મ દિવસે જ ફાંસો ખાધો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યાર્ડ પાસેના હુડકો ક્વાર્ટર્સનો બનાવ, દુપટ્ટો બાંધી જિંદગી ટૂંકાવી લીધી
  • પાંચ વર્ષ પહેલા જ લગ્ન થયા’તા, ત્રણ વર્ષની પુત્રીએ માતાની હૂંફ ગુમાવી

જન્મ દિવસની કેક કટિંગ વખતે દિયરે આવવામાં મોડું કરતા અને તે બાબતે બોલાચાલી થતાં પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત. યાર્ડ પાસેના હુડકો ક્વાર્ટર્સમાં રહેતી મૌલિકા વિપુલભાઇ પાડલિયા (ઉ.વ.25)એ શનિવારે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, પરિવારજનોને જાણ થતાં મૌલિકાને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૌલિકાનો તા.8ને શનિવારે જન્મ દિવસ હતો, શુક્રવારે રાત્રે પતિ વિપુલ કેક લઇને આવ્યો હતો અને રાત્રે 12 વાગ્યે કેક કાપવાની તૈયારી હતી ત્યારે મૌલિકાએ તેના દિયર પાર્થને બોલાવતા પાર્થે પોતે ક્ષૌરકર્મ કરીને આવ્યો હોય અને થાકી ગયાનું કહ્યું હતું, મૌલિકાનો પતિ વિપુલ પણ પોતાના ભાઇ પાર્થને બોલાવવા ગયો હતો, પાર્થ અંતે કેક કટિંગમાં આવ્યો હતો પરંતુ મોડા આવવાના મુદ્દે મૌલિકાના પતિ વિપુલ અને પાર્થ વચ્ચે બોલાચાલી થઇ હતી, જે બાબતનું માઠું લાગી આવતા મૌલિકાએ જન્મ દિવસે જ શનિવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...