બેલારુસમાં રાજકોટના વિદ્યાર્થી ફસાયા:માતા-પિતાએ પાટીલને હાથ જોડીને વ્યથા ઠાલવી-'ATMમાં પૈસા નથી ઉપાડતા, સંતાનોનું જીવવું મુશ્કેલ થયું'

રાજકોટ7 મહિનો પહેલા
  • રાજકોટના 70 સહીત ગુજરાતના 400થી વધુ વિદ્યાર્થીઓ હજુ યુક્રેનમાં ફસાયેલા છે
  • યુદ્ધની સ્થિતિ બાદ વતન આવવા ભાડું ત્રણ ગણું થઈ જતાં છાત્રોની મુશ્કેલી અંગેની આપવીતી વાલીઓએ દિવ્યભાસ્કરને વર્ણવી
  • એરપોર્ટ પર સાંસદ મોહન કુંડારીયા. મંત્રી અરવિંદ રૈયાણી. સાંસદ રામ મોકરિયા MLA ગોવિંદ પટેલ ઉપસ્થિત

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે બેલારુસમાં સ્થિતિ વણસી રહી છે. અને રાજકોટના વિદ્યાર્થીઓ બેલારુસમાં ફસાય છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે આજે રાજકોટ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું આગમન થયું હતું. જ્યાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીના વાલીઓએ હાથ જોડીને પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે,' ATMમાં પૈસા નથી ઉપાડતા, સંતાનોનું જીવવું મુશ્કેલ થયું છે.' આ સાથે સંતાનોને ભારત લાવવા રજુઆત કરી હતી.

સરકાર સુધી વાલીઓની રજુઆત પહોંચાડવામાં આવશે: પાટીલ
આ અંગે સી.આર.પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, પીએમ મોદી દ્વારા છાત્રોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે. જેમાં મંત્રીઓને પણ મોકલીને વિદ્યાર્થીઓને પરત લાવવાનો સફળ પ્રયોગ કરાયો છે. તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરત આવી ચુક્યા છે. જો કે હજુપણ ઘણા વિદ્યાર્થીઓ યુદ્ધ ચરમસીમાએ હોય તેવા વિસ્તારોમાં ફસાયેલા છે. ત્યાં ATM સહિતની જરૂરી સુવિધાઓ બંધ થતા તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

છાત્રોની મુશ્કેલી અંગેની આપવીતી વાલીઓએ દિવ્યભાસ્કરને વર્ણવી
છાત્રોની મુશ્કેલી અંગેની આપવીતી વાલીઓએ દિવ્યભાસ્કરને વર્ણવી

આ તમામ છાત્રો ટૂંક સમયમાં સહી સલામત રીતે પરત પહોંચી જશે
વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, જે રીતે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા મને વિશ્વાસ છે કે આ તમામ છાત્રો ટૂંક સમયમાં સહી સલામત રીતે પરત પહોંચી જશે. બેલારુસનાં વાલીઓએ કરેલી રજૂઆત અંગે પણ ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી તેમણે આપી હતી.. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત માટે એરપોર્ટ પર સાંસદ મોહન કુંડારીયા. મંત્રી અરવિંદ રૈયાણી. સાંસદ રામ મોકરિયા MLA ગોવિંદ પટેલ ઉપસ્થિત થયા હતા.

વિદ્યાર્થીઓને પરત લાવવા વાલીઓનો પાટીલ સમક્ષ પોકાર
વિદ્યાર્થીઓને પરત લાવવા વાલીઓનો પાટીલ સમક્ષ પોકાર

વતન આવવા ભાડું ત્રણ ગણું થઈ ગયું છે
આ અંગે વાલીઓએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હાલમાં પ્રાઈવેટ એર ટ્રાવેલ્સ પણ મજબૂરીનો ફાયદો ઉઠાવી વન વે ટિકિટ કે જે નોર્મલ સંજોગોમાં રૂ. 25,000માં મળતી હોય છે તેના હાલ રૂ. 1,00,000 કે 1,50,000 વસૂલી રહ્યા છે. અમને અમારા બાળકોની ખૂબ જ ચિંતા થાય છે. સી.આર.પાટીલ સાહેબ અને ભારત સરકારને અરજ છે કે, અમારા સંતાનોને હેમખેમ અમારા ઘર સુધી લાવી આપો. આ પરિસ્તીથીમાં સમગ્ર ભારતના બેલારુસ અભ્યાસ કરતાં વિધાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાથી હાલ ચાલી રહેલ ભારત સરકાર ના “ ઓપરેશન ગંગા “ માં બેલારુસને સામેલ કરી પોતાના બાળકોને ઝડપથી પરત લાવવાની માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પરત લાવવા મદદરૂપ થાયએ માટે વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી
વિદ્યાર્થીઓને પરત લાવવા મદદરૂપ થાયએ માટે વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી

બેલારુસ અત્યારે ટાર્ગેટ દેશ ગણાય છે
તો અન્ય એક યુવકના પિતાએ જણાવ્યું હતું કે, હાલ બેલારુસમાં ખૂબ જ સ્ફોટક પરિસ્તીથી છે. કારણ કે આ દેશને યુક્રેન, રશિયા અને પૉલેન્ડ જેવા યુદ્ધમાં સામેલ દેશોની જમીની સરહદ લાગુ પડે છે. બેલારુસ અત્યારે ટાર્ગેટ દેશ ગણાય છે કે જેના ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે છે, આર્થિક પ્રતિબંધોને લઈને હાલ ત્યાં ATMમાંથી ડોલર પણ ઉપાડી શકતા ના હોય બધા વિધાર્થી આર્થિક મૂશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાજકોટના 70 સહીત ગુજરાતના 400થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે
ઉલ્લેખનીય છે કે રાજકોટના 70 સહીત ગુજરાતના 400થી વધુ વિદ્યાર્થીઓ હજુ યુક્રેનમાં ફસાયેલા છે. ભારત સરકાર આ વિદ્યાર્થીઓને પરત લાવવા મદદરૂપ થાયએ માટે વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વાલીઓને છેલ્લા બે-ત્રણ દિવસથી ચિંતા ખૂબ વધી ગઈ હતી કારણ કે રશિયા દ્વારા જે પ્રકારે યુક્રેનના કેટલાક રેસિડેન્સીયલ વિસ્તારની અંદર પણ હુમલો કરવાની વાતો સામે આવવાની શરૂ થઈ હતી તેને કારણે વાલીઓ ચિંતામાં છે.

અન્ય સમાચારો પણ છે...