સંચાલકો VS વાલીઓ:રાજકોટમાં વાલીઓ કહે છે- શાળાઓ બંધ હતી તો ફી શેની, DEO કહે છે- શાળામાં તપાસ ચાલુ, SOPના ભંગ થતો હશે તો કાયદેસરના પગલાં

રાજકોટએક વર્ષ પહેલા
  • મોદી, ધોળકિયા, SOS, ઉત્કર્ષ સહિતની 20થી વધુ શાળાઓમાં DEO દ્વારા તપાસના આદેશ, તપાસ બાદ નિર્ણય જાહેર થશે

હાલમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે કોરોના અને મ્યુકોરમાઇકોસિસના સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે. ત્યારે વાલીઓ દ્વારા ફી માગણી મુદ્દે શાળા પર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. એક તરફ વાલીઓ કહે છે કે, શાળાઓ બંધ હતી તો ફી શેની આપવાની, અને ફીના મુદ્દે DEOએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, શાળાઓમાં તપાસ ચાલુ છે, SOPનો ભંગ થતો જણાશે તો કાયદેસરના પગલાં લેવાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ પબ્લિક સ્કૂલ અને મોદી સ્કૂલની દાદાગીરી સામે આવી હતી. જેમાં 20 પેઇઝની શો કોઝ નોટિસ વાલીને ફટકારવામાં આવી હતી. ત્યારે આજે આ મુદ્દે રાજકોટમાં વાલીમંડળનું કહેવું છે કે, DEO એક જાહેર નોટિસ આપો કે કોઇ પણ શાળા વાલીને ફી ભરવા બાબતે હેરાન ન કરે.

શાળાઓ સામે દંડાત્મક પગલાંઓ લેવા જોઈએ
શહેરના સમસ્ત વાલીમંડળે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શાળાઓ બંધ છે. છતાં પણ રાજકોટની અમુક શાળાઓ દ્વારા બાળકો તથા વાલીઓને ફી બાબતે હેરાન કરવામાં આવે છે. તથા ફી ભરવા દબાણ કરવામાં આવે છે તો આ બાબતે અમારી DEO સાહેબને વિનંતી છે કે, રાજકોટની તમામ શાળાઓને 7 દિવસની અંદર એક જાહેર નોટિસ આપે કે કોઇ પણ વાલીને ફી ભરવા બાબતે દબાણ કરવું નહીં તથા ફીની બાબતને લઇને કોઇ પણ બાળકનો અભ્યાસ અટકવો જોઈએ નહીં.છતાં પણ કોઈ શાળાઓ આ નોટિસનો ભંગ કરે તો તે શાળાઓ સામે દંડાત્મક પગલાંઓ લેવા જોઈએ.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા

શાળા માત્ર પ્રવેશ ફોર્મની ફી લઇ શકે, બીજી નહીં
આ મુદ્દે DEO બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે,20થી વધુ શાળાઓમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહીતની ટીમ દ્વારા તપાસ ચાલુ જ છે. ધો.10ની માર્કશીટ આવ્યા પહેલા અને જે-તે સ્કૂલમાંથી વિદ્યાર્થીનું એલસી કઢાવ્યા વિના અન્ય સ્કૂલમાં એડમિશન થઇ શકે નહીં, પરંતુ શહેરની ખાનગી શાળામાં ધો.11માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ થયા છે. આ શાળાઓ માત્ર વાલીને અપાતા પ્રવેશ ફોર્મની ફી જેટલી હોય તેટલી લઇ શકે છે. આ સિવાય અન્ય કોઈપણ ફી વસૂલી શકે નહીં.

શાળાઓ સામે દંડાત્મક પગલાંઓ લેવા જોઈએ
શાળાઓ સામે દંડાત્મક પગલાંઓ લેવા જોઈએ

શાળાઓ ફી લઈને પ્રવેશ નક્કી કરી શકે નહીં
વધુમાં DEOએ જણાવ્યું હતું કે,જ્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ ન આવે ત્યાં સુધી એડમિશન આપી શકાય નહીં અને માન્ય પણ ન ગણાય. આવું કરનારી શાળા સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાય શકે છે.ફી વસુલ કરવામાં આવી હોય તો વાલીઓ લેખિત ફરિયાદ કરે કરશે તો કાયદેસર કાર્યવાહી કરાશે. માટે ખાનગી શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ કરી શકે પરતું શાળાઓ ફી લઈને પ્રવેશ નક્કી કરી શકે નહી

રિપોર્ટ DEOને સોંપાયા બાદ સ્કૂલ સામે કાર્યવાહી થશે
રિપોર્ટ DEOને સોંપાયા બાદ સ્કૂલ સામે કાર્યવાહી થશે

20થી વધુ શાળાઓમાં તપાસ કરવામાં આવી
હાલ રાજકોટમાં ધોરણ 10માં માર્કશીટ વિના 11માં ધોરણમાં પ્રવેશ અને ફી માંગણીના મુદ્દે DEOના આદેશથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહીતની ટીમ દ્વારા મંગળવાર અને બુધવાર એમ બે દિવસ દરમિયાન 20થી વધુ શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મંગળવારે અંબિકા ટાઉનશીપમાં સ્થિત મોદી સ્કૂલ કે જ્યાં વાલીને 20 પેઈજની શો કોઝ નોટીસ અપાઈ. આ ઉપરાંત ધોળકિયા સ્કૂલની પંચાયત ચોક સ્થિત બાન્ચ, રાજકોટ પબ્લિક સ્કૂલ, ઉડાન અને ઉત્કર્ષ સ્કૂલમાં પહોંચી હતી. સાથે જ પ્રીમિયર, રોઝરી અને માસૂમ સ્કૂલમાં ટીમે તપાસ કરી હતી.

રિપોર્ટ DEOને સોંપાયા બાદ સ્કૂલ સામે કાર્યવાહી થશે
ઉલ્લેખનીય છે કે આ તમામ સ્કૂલ એવી છે કે જ્યાંથી 4 બાબતે કનડગતની ફરિયાદ આવી હતી. જેથી ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જયારે બુધવારે એલ.જી. ધોળકિયા, ઈશ્વરીયામાં સ્થિત મોદી અને ઇનોવેટીવ સ્કૂલ, SOS, પંચશીલ, પ્રિન્સેસ, ભૂપણ, નક્ષત્ર, અક્ષર, તપસ્વી, શક્તિ, સનફ્લાવર સ્કૂલમાં ટીમે તપાસ કરી હતી. હવે તેનો રીપોર્ટ DEOને સોંપાયા બાદ સ્કૂલ સામે કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...