તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:RTEમાં પ્રવેશ પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા વાલીઓની માગણી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે ધો.1માં પ્રવેશ માટેની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા મોડી છે, હજુ સુધી આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ નહીં કરાતા વાલીઓ અસમંજસમાં છે અને વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માગણી કરી છે. સોમવારથી તમામ પ્રાથમિક શાળાઓને સરકારની ગાઇડલાઇન મુજબ શરૂ કરી છે.

2020 અને 2021માં ઓનલાઇન અભ્યાસથી બાળકનું ઘડતર અને શિક્ષણનો પાયો ઘણો જ નબળો થઇ રહ્યો છે અને તેમાં વાલીઓને માટે એક બાજુ સતત ફી ભરવાનું દબાણ અને બીજી તરફ સરકારી યોજનાનો લાભ લેવા માટેની બાબત વચ્ચે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ વર્ષે પણ હજુ સુધી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા ધો.1ના બાળકોના વાલીઓમાં શાળા પ્રવેશ બાબતે દુવિધા ઊભી થઇ છે.ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓમાં વહેલી તકે આરટીઇના પ્રવેશ માટેની તારીખો બહાર પાડી, પ્રવેશ પ્રક્રિયાને શરૂ કરવામાં આવે તેવી માગણી ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...