તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરાનો આપઘાત:રાજકોટમાં આર્થિક ભીંસના કારણે પુત્રીને મોબાઈલ ન અપાવી શક્યા માતા-પિતા, આપઘાત કરી પુત્રીએ જીવન ટૂંકાવ્યું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિવાર આર્થિક સંકળામણ ભોગવી રહ્યો હોય તેથી માતા-પિતાએ મિત્તલને મોબાઈલ ફોન નહીં લઈ આપતા તેણીને માઠું લાગ્યું હતું

શહેરમાં ફરી એક વખત આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આર્થિક સંકળામણનો સામનો કરી રહેલા માતા-પિતાએ પુત્રીને મોબાઈલ ન લઈ આપતા પુત્રીએ આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે.

શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતી મિતલબેન હાજલ ભાઈ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાના ઘરે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

તાજેતરમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતા-પિતાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા તેને ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લા બાદ રાજકોટ શહેરમાં પણ આ જ પ્રકારનો સમાનતા ધરાવતો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો