તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Parents Are Helpless, Not The Responsibility Of The School, Parents Have Not Sent 45 Thousand Out Of 80 Thousand Students To Study With The Consent Form That They Cannot Ask For Compensation.

ગ્રાઉન્ડ રિપોર્ટ:વાલીઓ વિહવળ, શાળાની જવાબદારી નહીં, વાલીઓ વળતર ન માગી શકે તેવા સંમતિ પત્રકથી 80 હજારમાંથી 45 હજાર વિદ્યાર્થીને ભણવા મોકલ્યા નહીં

રાજકોટ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
લાંબા સમય બાદ સ્કૂલ ખુલતાં વિદ્યાર્થીઓમાં હરખ હતો અને મિત્રોને મળવાની ખુશીથી મોટાભાગના વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ દેખાતો હતો. - Divya Bhaskar
લાંબા સમય બાદ સ્કૂલ ખુલતાં વિદ્યાર્થીઓમાં હરખ હતો અને મિત્રોને મળવાની ખુશીથી મોટાભાગના વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ દેખાતો હતો.
 • રાજકોટ જિલ્લામાં મંત્રીઓ જ્યાં હાજર રહ્યા ત્યાં જ વિદ્યાર્થીઓને વેલકમ કિટ અપાઈ
 • નેતાઓ માટે સ્ટેજ બનાવ્યા, વિદ્યાર્થીઓને નીચે બેસાડ્યા
 • વિદ્યાર્થીઓએ કહ્યું, કોરોના મહામારીમાં ઘરે ઓનલાઈન ભણવામાં મજા નહોતી આવતી

ધોરણ 10 અને 12ની શાળાઓ સોમવારથી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના ગુજરાત શિક્ષણ બોર્ડના કુલ 80 હજાર વિદ્યાર્થીમાંથી માત્ર 35 હજાર જેટલા વિદ્યાર્થી શાળાએ પ્રત્યક્ષ ભણવા આવ્યા હતા. હજુ 45 હજાર વિદ્યાર્થીના વાલીઓએ બાળકોને શાળાએ જવા સંમતિપત્ર આપ્યું નથી કારણ કે, મોટાભાગના વાલીઓ સંમતિપત્રથી નારાજ હોવાનું બહાર આવ્યું છે જેમાં જણાવાયું છે કે, શાળામાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો શાળાની જવાબદારી રહેશે નહીં અને વાલીઓ આ મુદ્દે શાળા પાસેથી કોઈપણ પ્રકારનું વળતર પણ નહીં માગી શકે.

જ્યારે આશરે 301 દિવસ બાદ શરૂ થયેલી શાળાઓમાં રાજકોટના નેતાઓ પહોંચી ગયા હતા અને જાણે શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો હોય એવી રીતે નેતાઓ માટે સ્ટેજ બનાવ્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓએ નીચે બેસવું પડ્યું હતું. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓએ નેતાઓના આગમનની રાહ જોવી પડી હતી. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું છે કે, જિલ્લામાં ધો. 10માં આશરે 21330, જ્યારે ધો. 12મા 13641 સહિત કુલ 35 હજાર વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજર રહ્યા. ઉદગમ સ્કૂલના વિદ્યાર્થીઓનું માનનીય ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે સ્વચ્છતા કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જાણો, શાળા ખુલ્યાના પ્રથમ દિવસે શું શું થયું

 • રાજકોટ જિલ્લાની 895 શાળા સોમવારથી શરૂ કરવામાં આવી.
 • ધો. 10માં અભ્યાસ કરતા કુલ 41118 પૈકી અંદાજે 21330 વિદ્યાર્થી હાજર રહ્યા.
 • ધો. 12માં અભ્યાસ કરતા કુલ 34347 પૈકી આશરે 13641 વિદ્યાર્થી હાજર રહ્યા.
 • કુલ 80 હજાર વિદ્યાર્થી પૈકી 35 હજાર વિદ્યાર્થી પ્રથમ દિવસે શિક્ષણ કાર્યમાં હાજર રહ્યા.
 • શાળા ખુલ્યાના પ્રથમ દિવસે માત્ર 44% જ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા આવ્યા.
 • 6 સરકારી શાળામાં મંત્રીઓએ વિદ્યાર્થીઓને વેલકમ કિટ આપી પ્રવેશ કરાવ્યો.
 • 45 હજાર વિદ્યાર્થીના વાલીઓએ હજુ સુધી શાળાએ જવા સંમતિ આપી નથી.
 • જે વાલીઓએ સંમતિપત્ર ન આપ્યું તેવા વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખ્યો છે.
 • CBSE અને ICSE બોર્ડના આશરે 8 હજાર જેટલા વિદ્યાર્થીની સ્કૂલ ઉત્તરાયણ બાદ શરૂ થશે.
 • વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સથી પ્રવેશ અપાયો, એક ક્લાસમાં 50 ટકા વિદ્યાર્થી બેસાડ્યા,
 • એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડ્યા, શાળા પૂર્ણ થયા બાદ પણ એને સેનિટાઈઝ કરાઈ.
 • સ્કૂલ બસ હજુ બંધ, વાલીઓ વ્યક્તિગત વાહનોમાં જ બાળકોને સ્કૂલે તેડી-મૂકી ગયા.

મિત્રો વિના મજા નો’તી આવતી
સ્કૂલના મિત્રોને કોરોનાકાળ દરમિયાન ખૂબ યાદ કરતો હતો. મિત્રો વિના મજા નો’તી આવતી. હવે સ્કૂલ શરૂ થઇ છે. મિત્રોને ઘણા દિવસ પછી મળ્યાનો આનંદ છે. - ધાર્મિક અમીપરા, વિદ્યાર્થી

પૂરી તકેદારી સાથે ભણવા આવ્યો છું
ઘરે રહીને ઓનલાઈન ભણવાની મજા આવતી ન હતી. સ્કૂલ શરૂ થવાથી અહીં ભણવા આવ્યો છું પરંતુ પૂરી તકેદારી સાથે શાળાએ ભણવા આવ્યો છું.- વાળા ધ્યેય, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...