તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બાદ હરખાવું નહિ ચેતવું:કોરોના બાદ પણ મગજની નસમાં ગઠ્ઠા જામે તો પેરેલિસિસ, હૃદયની નળીમાં ગઠ્ઠા જામે તો હાર્ટ એટેકની શક્યતા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગમાં રહેલ નળીઓમાં ગઠ્ઠા થાય તો પગની અંદર ગેંગરીનની શકયતા- ડો. જયેશ ડોબરિયા, સિનર્જી હોસ્પિટલ

રાજકોટમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પોતાની ઝપટે લઈ રહ્યો છે તો અનેક લોકોના ક્ષણભરમાં પ્રાણ પણ હણી રહ્યો છે. શહેરમાં આજસુધીમાં 36 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી હજારો લોકો કોરોનાને મ્હાત પણ આપી ચૂક્યા છે. જે અત્યંત સારી વાત છે પરંતુ એક નવી આફત સામે આવી છે. જ્યાં કોરોના બાદ પણ મગજની નસમાં ગઠ્ઠા જામે તો પેરેલિસિસ, હૃદયની નળીમાં ગઠ્ઠા જામે તો હાર્ટ એટેકની શક્યતા તબીબો દ્વારા દર્શાવવામાં આવી છે.

પગમાં રહેલ નળીઓમાં ગઠ્ઠા થાય તો પગની અંદર ગેંગરીનની શકયતા- ડો. જયેશ ડોબરિયા, સિનર્જી હોસ્પિટલ
ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, માણસના શરીરમાં કોરોના બાદ પણ કોરોનાની અસરના કારણે લોહી જામી જવાની પ્રક્રિયા બીજા લોકો કરતા વધુ પ્રમાણમાં જોવા મળે છે.આ કારણે લોહીની નળીઓમાં લોહીના ગઠા થાય છે અને જો મગજ ની નળી સુધી આ પહોંચે અને તે નસમાં ગઠા જામે તો પેરેલિસિસ આવે, આ જ રીતે હૃદયની નળીમાં ગઠા જામે તો હાર્ટ એટેક આવી શકે , અને પગમાં રહેલ નળીઓમાં ગઠા થાય તો પગની અંદર ગેંગરીન થવાની શકયતા રહેલી છે. ઉલ્લેખનિય છે કે ગેંગરીન એ ગંભીર પ્રકારની બીમારી છે જેમાં દર્દીના પગ અથવા પગની આંગળીઓ કાપી સર્જરી કરવી પડે તેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે જેથી સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે.આવા કેસ પણ જોવા મળી રહ્યા છે કોરોના ને માત આપી દીધા બાદ પણ સાવચેતી જરૂરી છે ડોકટર ની સલાહ મુજબ કોરોના હાર આપ્યા પછી પણ રિપોર્ટ કરવા જરૂરી છે.

કોરોના શારીરિક માળખાને તહેસ-નહેસ કરી નાખતો હોવાનું તબીબોનું ચોંકાવનારું તારણ
આ નવી આફતના કારણે તબીબી આલમ પણ ચિંતીત બની જવા પામ્યો છે. શહેરમાં અત્યારે પોસ્ટ કોવિડ મતલબ કે કોરોના મટી ગયા બાદ દર્દીઓને પેરેલિસીસ, હાર્ટએટેક, ફેફસા સૂકાઈ જવા સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બીમારીઓ વધુ પડતી ગંભીર બની જતાં ફરી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય છે. કોરોના શારીરિક માળખાને તહેસ-નહેસ કરી નાખતો હોવાનું તબીબોનું ચોંકાવનારું તારણ આપી રહ્યા છે. જેમાં નાની વયે લકવા, હેમરેજ, ફેફસા, હૃદયની બીમારીનો લોકો ભોગ બની રહ્યા છે. ગેસ્ટ્રીક પ્રોબ્લેમ, નબળાઈ, ભૂખ ન લાગવી, સતત ઝાડા-ઉલ્ટીના પણ અનેક કેસ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...