સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક ઉપલબ્ધિઓને બદલે ગંદા રાજકારણ માટે રાજ્યભરમાં જાણીતી બની છે. યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં જે કોલેજોમાંથી માસ કોપીકેસ પકડાયા, જ્યાં પેપર ફૂટ્યા અને જ્યાં પરીક્ષા દરમિયાન મારામારી થઇ હતી એવી કોલેજો સામે યુનિવર્સિટીએ શરૂઆતમાં કડક વલણ દાખવીને પરીક્ષા કેન્દ્ર રદ કર્યું હતું પરંતુ બાદમાં આ જ યુનિવર્સિટીના સત્તાધીશો તે કોલેજ સામે ઠંડા પડી ગયા હતા, ઘૂંટણિયે પડી ગયા હોય એમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની છ કોલેજને ફરી પરીક્ષા કેન્દ્ર ફાળવી દીધું હતું.
જસદણની કોલેજમાં એક ક્લાસમાં એકસાથે આખો ક્લાસ માસ ચોરી કરી રહ્યો હતો. એવી જ રીતે ગોંડલની કોલેજમાં પણ એકસાથે માસ કોપીકેસના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આ ઉપરાંત થાનની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મારામારીની ઘટના બની હતી.
પડધરી અને દેરડી કુંભાજીની કોલેજમાં પણ અગાઉ માસ કોપીકેસની ઘટના બનતા જે-તે સમયે કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાયું હતું પરંતુ બાદમાં કોલેજ સંચાલકો અને યુનિવર્સિટીના સત્તાધીશોએ મળીને આ તમામ કોલેજોમાં ફરી પરીક્ષા કેન્દ્ર શરૂ કરી દેવાયું છે અને 28 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા પણ આ પૈકીની કેટલીક કોલેજોમાં લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ કોલેજોને ફરી કેન્દ્ર ફાળવાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.