લાભપાંચમ સુધી એક્સ્ટ્રા બસ:દિવાળીના તહેવારમાં રાજકોટથી પંચમહાલ 92 એક્સ્ટ્રા બસ દોડશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડવાન્સ બુકિંગની જ આવક 2.75 લાખ, વધુ બે કાઉન્ટર ખોલાયા

દિવાળીના તહેવારના અનુસંધાને રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી વતન જતા યાત્રિકો અને મુસાફરોનો ટ્રાફિક વધારે છે. આ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી રહી છે. જે પૈકી રાજકોટ અને સૌરાષ્ટ્રથી પંચમહાલ જતી બસની સંખ્યા સૌથી વધુ છે. રાજકોટ ડેપોથી પંચમહાલ જતી 92 બસ એક્સ્ટ્રા દોડશે. હાલ એસટીની દૈનિક આવક અડધા કરોડે પહોંચી છે. જેમાંથી એડવાન્સ બુકિંગની જ આવક રૂ. 2.75 લાખ છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ એસટી ડેપો મેનેજર એન.બી.વરમોરાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એસટીની દૈનિક આવક રૂ.35 થી 37 લાખ થતી હોય છે. તેના બદલે અત્યારે એસટી વિભાગની આવક અંદાજિત રૂ.50 લાખે પહોંચી છે. એડવાન્સ બુકિંગ કરવા માટે પણ ધસારો છે. સૌથી વધુ ટ્રાફિક પંચમહાલ તરફ છે. રાજકોટ ડેપોએ પંચમહાલ જતી 52 બસ ફાળવી છે. આ સિવાય બેસતા વર્ષથી જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં જતી એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે. હાલ દિવાળીના અનુસંધાને શહેરમાં ઠેર- ઠેર ટ્રાફિક જોવા મળે છે. તેમજ ડાયવર્ઝનને કારણે બસ તેના નિયમિત રૂટ કરતા ફરીને ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...