તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરાર લોકડાઉન:લોધિકાના 3 ગામમાંથી 2ની પંચાયત સપ્તાહમાં બે વાર જ ખૂલે છે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટીમંત્રીનો દાવો, ગામડામાં વપરાતી તમામ ગ્રાન્ટ વપરાઇ છે પરંતુ હકીકતં કઈક અલગ જ

લોધિકા તાલુકાના 3 ગામ દેવગામ, છાપરા અને નગરપીપળિયામાં ગ્રામપંચાયત સપ્તાહમાં બે વખત જ ખુલતી હોવાની વાત સામે આવી હતી, જેમાં સ્થળ પર તપાસ કરાતાં માત્ર છાપરા ગામની જ ગ્રામપંચાયત ખૂલી હોવાનું સામે આવ્યું હતું , જ્યારે દેવગામ અને નગરપીપળિયામાં પંચાયતો બંધ હતી, ગામના સરપંચનો સંપર્ક સાધતા તેઓએ કહ્યું કે, તલાટી મંત્રીનું જયારે કામ હોય તે સમયે તેને બોલાવવામાં આવે છે, અન્યથા તે હાજર પણ રહેતા નથી.

સામે સ્થાનિકોએ પણ ગામડાનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે તે અંગેની રજૂઆત પણ કરી હતી. સામે તલાટી મંત્રી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જે ગ્રાન્ટ મળી રહી છે, તેનો પૂરેપૂરો ઉપયોગ અને તેને વિકાસ અર્થે વાપરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, માત્ર પેવરબ્લોકિંગ કરવાથી ગામનો વિકાસ શક્ય નથી.

નગરપીપળિયા : ખંઢેર થઇ ગયેલું પંચાયતનું બિલ્ડિંગ નવું બનાવવા બે વખત દરખાસ્ત કરવામાં આવી છે : તલાટી મંત્રી
નગરપીપળિયા ગામ કે જે 3500ની વસ્તી ધરાવે છે, તે ગામની ગ્રામપંચાયત ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે. સામે તલાટી મંત્રીનું માનવું છે કે, ગામને 7 થી 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ ગત વર્ષે આપવામાં આવી હતી, જેમાંથી પેવરબ્લોકિંગના જ કામ કરવામાં આવેલા છે. સામે ગામના મુખ્ય દરવાજા વિસ્તાર જ્યાં રોડની હાલત અત્યંત ખરાબ છે, તો પણ તલાટી તેને સ્વીકારવામાં તૈયાર નથી, સામે એ પણ જણાવે છે કે, હાલ પેવરબ્લોકિંગ જ મહત્વનું છે.

બીજી તરફ સરપંચ અને તલાટી મંત્રીએ કહ્યું હતું કે, ગામમાં વિકાસ માટે જે ગ્રાન્ટની માંગણી કરવામાં આવે છે, તેનાથી પણ ખૂબ જ ઓછી ગ્રાન્ટ ફાળવામાં આવે છે. જેનાથી વિકાસ કામો કરવા ખુબ જ મુશ્કેલ છે. સરપંચે તલાટી મંત્રી વિરુધ ફરિયાદ પણ કરી હતી, કે મંત્રી ગામમાં એક સપ્તાહમાં 2 વખત જ આવે છે. સામે જે વિકાસ કામો નિર્ધારિત કરવામાં આવેલા હોઈ તેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ બજાર ભાવથી ખુબજ ઓછુ છે. અને જો આ એસઓઆર બદલવામાં આવે તો વિકાસ કામો જડપભેર પૂર્ણ થઇ શકે છે. ગામના તલાટી મંત્રીએ કહ્યું નગરપીપળીયામાં આંતરિક વિવાદોના કારણે કામ શક્ય થઇ શકતા નથી.

દેવગામ : રૂ. 10 થી 12 લાખની ગ્રાન્ટનો ઉપયોગ પેવરબ્લોક માટે કરવામાં આવ્યો છે : તલાટી મંત્રી
લોધીકા તાલુકાના દેવગામના તલાટી મંત્રી અંકિત પટેલે કહ્યું કે ગત વર્ષે કુલ 10 થી 12 લાખ રૂપિયાની કુલ ગ્રાન્ટ વિવિધ હેડ હેઠળ આપવામાં આવેલી છે, જેમાંથી પેવરબ્લોક, સીસીરોડ અને ભૂગર્ભ ગટર બનાવામાં આવી છે, પરંતુ હકીકત જોતા સ્થિતિ અલગ જ સામે આવી છે, સામે ગામના સરપંચે કહ્યું કે, રોડ બિસ્માર છે અને નવા રોડની પણ માંગણી કરી છે.

સામે વરસાદની સ્થિતિ હોવા છતાં પણ કોઝ-વેની કામગીરી યથાવત ચાલુ રાખવામાં આવેલી છે. બીજી તરફ આ અંગે જ્યારે સરપંચને પૂછવામાં આવ્યું કે, હાલ કેટલી રકમ બચત તરીકે ગ્રામપંચાયતમાં પડી છે, તો તેઓએ કહ્યું કે, અત્યારે એક પણ રૂપિયાની આવક નથી. બીજી તરફ ગ્રામપંચાયત પણ છેલ્લા એક સપ્તાહથી બંધ છે, અને પાણી પણ રોડ પર વહેતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...