જનરલ બોર્ડ:રાજકોટ જિલ્લા પંચાયતનું 55 વર્ષ બાદ 29.40 કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનશે, સામાન્ય સભામાં નિર્ણય, ઠરાવ સરકારને મોકલાયો

રાજકોટ8 મહિનો પહેલા
જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગની મંજૂરીનો નિર્ણય લેવાયો.
  • જિલ્લા પંચાયત હસ્તકના 2000 ચેકડેમો અને 1 હજાર જૂના ચેકડેમોને રિપેર કરવા માટે પણ ખાસ ઠરાવ કરવામાં આવશે

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત નવા બિલ્ડીંગના બાંધકામને મંજૂરી મળી હતી. જેમાં અંદાજીત 29.40 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બિલ્ડીંગ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. 55 વર્ષ પછી જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના નવીનીકરણ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અત્યારનું આ બિલ્ડીંગ વર્ષ 1965માં બિલ્ડીંગ બાનવવામાં આવ્યું હતું. આ માટે ઠરાવ સરકારમાં મંજૂરીની અપેક્ષાએ મોકલવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયત હસ્તકના 2000 ચેકડેમો બનશે
આ ઉપરાંત જિલ્લા પંચાયતની જગ્યાઓમાં હોર્ડિંગ બોર્ડની આવક વધારવા ઉપર ઠરાવ કરવામાં આવ્યો છે. સાથે જ કોરોના મહામારી બાદ 54 આરોગ્ય કેન્દ્રોને આધુનિકરૂપથી તૈયાર કરવા નિર્ણય કરાયો છે. અને દેરડીકુંભાજી અને પાનેલીમાં પી.એચ.સી. કેન્દ્રમાં તબદીલ થશે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના ચેકડેમોની મરામત કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પંચાયત હસ્તકના 2000 ચેકડેમો અને અન્ય 1 હજાર ડેમોને રીપેર કરવા માટે પણ ખાસ ઠરાવ કરવામાં આવશે.

સામાન્ય સભામાં કામોની મંજૂરી માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા.
સામાન્ય સભામાં કામોની મંજૂરી માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા.

બેટી નદી પર નવો ચેકડેમ બનશે
જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, બેટી નદી પર એક ચેકડેમ હતો. જે એરપોર્ટ હેઠળ હતો. આ માટે સરકારે 22 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આથી બેટી નદી પર એક ચેકડેમ બનશે. જિલ્લા પંચાયતે નવું અભિયાન શરૂ કર્યું છે કે નવા કરતા જૂનાને રિપેર કરી પાણીનો સંગ્રહ કરવાનો, નવા તો ચેકડેમ કરવા જ છે. તેમજ વૃક્ષારોપણ સરકારની યોજના છે તેમાં 50 ટકા સરકાર ખર્ચ આપશે.