• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Pan Association In Rajkot Announces Saturday Sunday Spontaneous Lockdown, 1100 Pan Faki Shopkeepers To Join Two day Lockdown

સ્વયંભૂ લોકડાઉને વેગ પકડ્યો:રાજકોટમાં પાન એસો. અને ચેમ્બર ઓફ કોમર્સે શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું, પાન-ફાકીના 1100 દુકાનદારો બે દિવસના લોકડાઉનમાં જોડાશે

એક વર્ષ પહેલા
વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા
  • પેલેસ રોડના જ્વેલર્સ પણ શનિ રવિ બંધ પાડશે
  • શહેરમાં પાનની કુલ 4000 જેટલી દુકાનો બંધ

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિએશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.

શહેરમાં પાનની કુલ 4000 જેટલી દુકાનો બંધ
રાજકોટ પાન એસોસિએશનના પ્રમુખ પિયુષભાઇ સીતાપરાએ દિવ્યભાસ્કરસાથે વાતચીત કરતા જણાવ્યું હતું, રાજકોટમાં સતત વધતા સંક્રમણ ને અટકાવવા માટે પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવેલ છે જે પૈકી 1100 જેટલી દુકાનો એસોસિએશન સાથે જોડાયેલ છે તે તમામ વેપારીઓ શનિ અને રવિવાર બે દિવસ લોકડાઉન પાડશે.

તમામ વેપારીઓ શનિ અને રવિવાર બે દિવસ લોકડાઉન પાડશે
તમામ વેપારીઓ શનિ અને રવિવાર બે દિવસ લોકડાઉન પાડશે

ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા પણ સતર્ક બન્યા
કોરોનાના સંક્રમણથી બચવા માટે રાજકોટ જિલ્લાના લોધીકાનું ખીરસરા ગામ સવારના 10 થી 5 બંધ તેમજ સાંજ ના 8 પછી સદંતર બંધ જાહેર કરવામાં આવ્યું છે . આ ઉપરાંત ગોંડલના અનિડા અને જામવાડી ગામમાં પણ 10 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જ્યાં સવાર-સાંજ બે કલાક સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ગામ ખુલ્લું રહેશે અને અહીંયા પણ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. તથા બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.

ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા
ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા

આટલા એસો.એ સહમતી દર્શાવી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન, ગોલ્ડ ડિલર્સ એસોસિએશન, જેમ્સ એન્ડ જવેલરી એસો., ઈમિટેશન, લાખાજીરાજ રોડ, વેપારી એસોસિએશન, દિવાનપરા એસોસિએશન, ગુંદાવાડી વેપારી એસો., હોલસેલ ટેક્સટાઈલ્સ, મર્ચન્ટ એસો., રાજકોટ ક્લોથ મર્ચન્ટ એસોસિએશન,રેડિમેઈડ રીટેલ એસોસિએશન, પાનગલ્લાના વેપારી એસોસિએશન સહિતના એસોસિએશન જોડાશે.

ચેમ્બરના પ્રમુખ સાથે સીધીવાત

પ્રશ્ન: આ લોકડાઉન ફરજિયાત લાગુ કરવામાં આવ્યું છે?
જવાબ:
ના, આ સ્વૈચ્છિક લોકડાઉન છે. જે લાગુ કરવા માટે વેપારીઓએ સહમતી આપી છે.

પ્રશ્ન: લોકડાઉનમાં ચાની લારી, હોટેલ ખુલ્લી રહેશે?
જવાબ:
ચાની લારી, હોટેલના ધંધાર્થીઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા છે તેઓ પણ દર શનિ રવિ બંધ પાળશે

​​​​​​​પ્રશ્ન: સ્વૈચ્છિક લોકડાઉનની સિસ્ટમ કયા સુધી ચાલુ રહેશે?
જવાબ:
આખા એપ્રિલ માસ સુધી આ સિસ્ટમ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારપછી પરિસ્થિતિ જોઇને નિર્ણય લેવામાં આવશે.

પ્રશ્ન: કરિયાણાના વેપારીઓને પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવાના છે?
જવાબ:
કરિયાણાની દુકાન પરથી પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુ વેચાતી હોય છે. લોકોને કોઇ તકલીફ ના પડે અને સરળતાથી ચીજવસ્તુ મળી રહે તે માટે કરિયાણાના દુકાનદાર એસોસિએશનને સ્વૈચ્છિક લોકડાઉનમાંથી મુકિત આપી છે.

અન્ય સમાચારો પણ છે...