તેલમાં ભાવમાં ઘટાડો:પામોલીન તેલમાં 130 વધ્યા તો ગાંઠિયા-ફરસાણમાં 40 વધારી દીધા; 410 ઘટ્યા છતાં ગ્રાહકોને કોઈ ફાયદો નહિ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તેલના ભાવ ઘટ્યા બાદ પણ ગાંઠિયામાં રૂ.450 અને ફરસાણનો ભાવ રૂ.240 વસૂલાય છે

છેલ્લા કેટલાક દિવસથી પામોલીન સહિતના ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળે છે. માર્ચ મહિનામાં પામતેલનો ભાવ રૂ.2370 હતો તો એપ્રિલ મહિનામાં તેલનો ભાવ રૂ.2500 થયો હતો. ડબ્બે રૂ.130નો ભાવવધારો થતાં જ ગાંઠિયા અને ફરસાણમાં રૂ.40નો ભાવવધારો કિલો દીઠ કરી દેવાયો હતો. છેલ્લા 25 દિવસમાં પામોલીનમાં રૂ.410 નો ભાવઘટાડો થયો છે. છતાં ગાંઠિયા અને ફરસાણમાં ગ્રાહકોને કોઈ ફાયદો થયો નથી. આ અંગે વધુ માહિતી આપતા તેલના વેપારી ભાવેશભાઈ પોપટ જણાવે છે કે, જે જરૂરિયાત છે તેમાં 65 ટકા હિસ્સો ઈમ્પોર્ટ તેલનો છે. જેમાં પામ, સોયાબીનનો સમાવેશ થાય છે.

છેલ્લા એક મહિનામાં સિંગતેલ અને કપાસિયા સહિતના ભાવમાં થયેલો ઘટાડો

તેલ25 મે25 જૂનઘટાડો
સિંગતેલ2730267555
કપાસિયા26502460190
પામોલીન24601995465
સનફ્લાવર26802580100
કોર્ન ઓઈલ24402250190
વનસ્પતિ ઘી26202410210
કોપરેલ તેલ2600251090
દિવેલ2490247020

ભાવ ઘટવા માટેનાં કારણો

  • જે શોર્ટ સપ્લાય હતી એ શોર્ટ સપ્લાય દૂર થઇ છે.
  • ઈન્ડોનેશિયા મલેશિયામાં પામતેલના પ્રોડક્શનમાં વધારો થયો છે.
  • ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી દેવામાં આવી
  • માલની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પણ સામે કોઈ ડિમાન્ડ છે નહિ.

હવે ઘટાડો સીમિત રહેશે, તહેવારને કારણે ભાવ ઊંચકાવાની સંભાવના
છેલ્લા એક માસથી તેલના ભાવ ઘટી રહ્યા છે. હાલના તબક્કે એવું કહી શકાય કે હવે ભાવઘટાડો સીમિત રહેશે. સાતમ આઠમનો તહેવાર નજીક છે ત્યારે આ તહેવારના તકની લાભ લઈને સટોડિયા સક્રિય થાય તો ભાવવધારો થવાની પૂરેપૂરી સંભાવના છે.

ભાવ ઘટતા વેપાર પર આ અસર આવી
ભાવ ઘટવાને કારણે વેપારીઓ પોતાની પાસે રહેલો જૂનો માલ વેચવા કાઢી રહ્યા છે. જ્યારે સામે ખરીદી જરૂર પૂરતી જ કરી રહ્યા છે. સટ્ટાકીય રીતે જે માર્કેટ વધતું હતું તે માર્કેટ હાલ સંપૂર્ણ પણે તૂટી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...