તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વ્યસન હોવાથી બિહારથી શખસ એક કિલો ગાંજા લાવ્યો, પડધરી ટોલનાકા પાસે બસમાંથી ઉતરતા જ પોલીસે ઝડપી લીધો

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ રૂરલ પોલીસે એક શખસની ધરપકડ કરી. - Divya Bhaskar
રાજકોટ રૂરલ પોલીસે એક શખસની ધરપકડ કરી.
  • રાજકોટમાં ભક્તિનગર પોલીસને ઊંઘતી રાખી CID ટીમે ઘરમાંથી 670 ગ્રામ ગાંજા સાથે એક શખસની ધરપકડ કરી

રાજકોટ નશાખોરીનું એપી સેન્ટર બની ગયું હોય તે રીતે રોજ બરોજ ગાંજાના જથ્થા સાથે અલગ અલગ વિસ્તારમાંથી આરોપીઓને પોલીસ પકડી રહી છે. ત્યારે શહેર બાદ જિલ્લામાં પણ ગાંજાના વેચાણનું પ્રમાણ વધતું નજર આવી રહ્યું છે. રાજકોટ રૂરલ એસઓજીની ટીમે પડધરી ટોલનાકા પાસેથી સુમિતકુમાર કારૂ મંડલ નામના શખ્સને 1 કિલો ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

1 કિલો ગાંજાની કિંમત 10 હજાર
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ અજયસિંહ ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળતા પડધરી ટોલનાકા પાસે આવેલી મુરલીધર હોટલ પાસે વોચ ગોઠવી એક બસમાંથી કાળા કલરના થેલા સાથે એક યુવાન ઉતરતા તેની અને થેલાની ઝડતી લેતા તેમાંથી 10 હજારની કિંમતનો 1 કિલો ગાંજો મળી આવતા આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી પોતે પીતો અને છૂટક વેચાણ પણ કરતો
આ શખ્સે પોતાનું નામ સુમિત મંડલ હોવાનું અને બિહારનો વતની હોવાનું જણાવ્યુ હતું અને પોતે બિહારથી ગાંજો લાવ્યો હોવાની કબુલાત આપી હતી. વધુ પૂછપરછ કરતા આરોપી અગાઉ ભુણાવા જીઆઇડીસીની કોઇ ફેકટરીમાં મજૂરી કામ કરતો ત્યારબાદ પડધરી નજીકની એક ફેક્ટરીમાં કામ કરી રહ્યો હોય અને પોતાને ગાંજો પીવાનું વ્યસન હોય તેથી અને છુટક વેચાણ કરવા ગાંજો લાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે 1 કિલો ગાંજાનો જથ્થો, રૂપિયા 6600 રોકડ અને 5000ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.21,600નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

રાજકોટમાં ગાંજા સાથે ઝડપાયેલો શખસ.
રાજકોટમાં ગાંજા સાથે ઝડપાયેલો શખસ.

ભક્તિનગર પોલીસને ઉંઘતી રાખી CIDએ 670 ગ્રામ ગાંજા સાથે એક શખસની ધરપકડ
બીજી તરફ રાજકોટ શહેર ભકિતનગર પોલીસને ઉંઘતી રાખી CID ક્રાઇમની ટીમે ગોવિંદનગર મેઇન રોડ પરથી 670 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભોજલરામ સોસાયટીમાં CID ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને આરોપી કેતન દવેના ઘરથી થોડે દૂર સરકારી વાહનોમાંથી ઉતરી ચાલીને બાતમીવાળા સ્થળે પહોંચ્યા હતા. આરોપી એક મકાનના બીજા માળે ભાડેથી રહેતો હોવાથી પોલીસે ઉપરના માળે જઇ દરવાજો ખખડાવતા આરોપીએ દરવાજો ખોલતા પોલીસને જોઇ ચોંકી ગયો હતો. પોલીસે ઘરની ઝડતી લેતા એક પ્લાસ્ટિકના બોક્સમાં ગાંજો મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...