તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કટોકટી જેવી પરિસ્થિતિ:રાજકોટની પરમ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂરો થવાની તૈયારી, 30 દર્દીના જીવ જોખમમાં; તંત્રએ તાત્કાલિક 15 સિલિન્ડર પહોંચાડ્યા

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટની પરમ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂરો થવાને આરે
  • હોસ્પિટલમાં 2 દર્દીની હાલત ગંભીર છે

રાજકોટની પરમ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂરો થવાના આરે છે. જો તાત્કાલિક અસરથી અહીં ઓક્સિજન નહીં આપવામાં આવે તો દર્દીઓના જીવ જોખમમાં મૂકાય તેવી શક્યતા છે. આ હોસ્પિટલમાં હાલ 30 દર્દીઓ ઓક્સિજન પર છે. જેમાંથી 2 દર્દીની હાલત ગંભીર છે.

તંત્રએ તાત્કાલિક ઓક્સિજનના 15 બાટલા મોકલાવ્યાં
તંત્રએ તાત્કાલિક ઓક્સિજનના 15 બાટલા મોકલાવ્યાં

30 દર્દીઓના જીવ જોખમમાં
તબીબોએ ઓક્સિજન માટે વહીવટી તંત્રનો સંપર્ક કર્યો છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તંત્ર પાસે પણ ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા નથી. ત્યારે પરમ હોસ્પિટલના ડોક્ટરે દર્દીઓના સગા-સંબંધીઓને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરવી પડી છે. જો વહેલીતકે ઓક્સિજનનો જથ્થો પરમ હોસ્પિટલમાં પહોંચાડવામાં નહીં આવે તો 30 દર્દીઓના જીવ જોખમમાં મૂકાશે.

વહીવટી તંત્ર સવાર સુધીમાં વધુ ઓક્સિજનનો જથ્થો પહોંચાડશે
વહીવટી તંત્ર સવાર સુધીમાં વધુ ઓક્સિજનનો જથ્થો પહોંચાડશે

વહીવટી તંત્રએ 15 સિલિન્ડર પહોંચાડ્યા
રાજકોટના એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, વહીવટી તંત્ર દ્વારા પરમ હોસ્પિટલમાં 15 ઓક્સિજન સિલિન્ડર પહોંચાડી દેવામાં આવ્યા છે અને સવાર સુધીમાં વધુ ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવશે. ક્યાંય ઓક્સિજનની ઘટ થવા દેવામાં આવશે નહીં. જો કે, સવારથી જ હોસ્પિટલ દ્વારા પૂરતો જથ્થો પહોંચાડવાની માગ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...