તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:7 સ્થળે ઓક્સિજન પ્લાન્ટ શરૂ, હજુ 7 ઈન્સ્ટોલ કરાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધોરાજી, ઉપલેટા અને જસદણમાં કનેક્શન આપવાના બાકી જે એક સપ્તાહમાં પૂરું થશે
  • જિલ્લાની ક્ષમતા 20 ટન પ્રતિ દિવસ કરાશે

રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે જે તૈયારી ચાલી રહી છે તેમાં સૌથી વધુ ધ્યાન ઓક્સિજન પ્લાન્ટ પર અપાઈ રહ્યું છે અને ક્ષમતા વધારીને 20 ટન પ્રતિ દિવસ કરવાના લક્ષ્યાંક પર તંત્ર કામ કરી રહ્યું છે. અધિક કલેક્ટર પી.બી.પંડ્યાના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં 500 લિટર પ્રતિ મિનિટ ક્ષમતાના બે પીએસએ પ્લાન્ટ શરૂ થઈ ગયા છે. 250 લિટર પ્રતિ મિનિટ ક્ષમતાના 5 પ્લાન્ટ ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ ઉપલેટામાં ઈન્સ્ટોલ થયા છે જેમાં ધોરાજી, જસદણ અને ઉપલેટામાં કનેક્શન આપવાના બાકી છે.

આ સિવાય વધુ 7 પીએસએ પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં ઈન્સ્ટોલ કરાશે જેમાં ડીઆરડીઓ, એમપી ગ્રાન્ટ, એમએલએ ગ્રાન્ટ સહિતની સામેલ છે. સિવિલમાં 20 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન પ્રતિ દિવસ કરાય તેવું લક્ષ્યાંક છે. આ ઉત્પાદનમાં સામાન્ય સ્થિતિમાં હોસ્પિટલને લિક્વિડ ઓક્સિજનની જરૂર નહિ પડે અને ત્રીજી લહેર વખતે કેસ વધે ત્યારે જ લિક્વિડ ઓક્સિજનની જરૂર પડશે. જેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગે જૂદા-જૂદા સ્થળો પર ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનું કામ શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...