તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જેતપુરના રબારીકાથી લુણાગરા જતા રસ્તા વચ્ચે ભાદર નદીના બેઠા પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકી, 9ને ઇજા, 2 ગંભીર

જેતપુરએક મહિનો પહેલા
છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક
  • જેતપુર બાદ વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને જૂનાગઢ ખસેડાયા

જેતપુર તાલુકાના રબારીકાથી લુણાગરા જતા રસ્તા વચ્ચે ભાદર નદીના બેઠા પુલ પરથી છકડો રિક્ષા નીચા ખાબકતા 9 લોકોને ઇજા અને 2ને ગંભીર ઇજા પહોંચી છે. આથી તમામને જેતપુર હોસ્પિટલે ખસેડ્યા છે. અહીંથી વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્ત તમામ શ્રમિકો
ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બાદમાં ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. બેઠી ધાબી પરના પુલ ઉપરથી છકડો રિક્ષા શ્રમિકો ભરીને જતી હતી. પરંતુ કોઇ કારણોસર છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં 9ને ઇજા અને બેને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અઠવાડિયા પહેલા ટીપરવાનની અડફેટે 4 વર્ષના બાળકનું મોત થયું હતું
આઠ દિવસ પહેલા જેતપુર નગપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતાં પિતાએ છાતી પર હાથ પછાડ્યા અને માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. માતા-પિતાના આ રુદનથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઇ હતી. હસતી રમતી જિંદગી છીનવાતાં માતા-પિતા ઘેરા આઘાતમાં સરી પડ્યાં હતા. એકના એક પુત્રના મોતથી પરિવારજનો પણ આઘાત અનુભવી રહ્યા છે.