ક્રાઈમ:પડધરીના થોરીયાળી ગામે વેરા બિલ ભરવા બાબતે ગ્રામજને તલાટી મંત્રી સાથે ઝઘડો કર્યો, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પડધરી પોલીસે તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર). - Divya Bhaskar
પડધરી પોલીસે તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર).
  • ફરજમાં રૂકાવટ બદલ તલાટી મંત્રીએ એટ્રોસિટી હેઠળ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી

પડધરીના થોરીયાળી ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ભીખાભાઈ સોંદરવાએ થોરીયાળી ગામના ભરત હરજીભાઈ શિંગાળા સામે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમા જણાવ્યા મુજબ આરોપી ભરતે વેરો ભરવા બાબતે ઝઘડો કરી ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદ હેઠળ પડધરી પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ ડીવાયએસપી મહર્ષિ રાવલ ચલાવી રહી છે.

તલાટીએ ઘર વેરાની બે વેરા પહોંચ બનાવી હતી
ફરિયાદમાં તલાટી મંત્રીએ જણાવ્યું છે કે, ભરત હરજીભાઇ શીગાળા પંચાયતનો વેરો ભરવા આવ્યા હતા. ત્યારે હું તલાટી કમ મંત્રી તરીકે થોરીયાળી ગામમા નવો આવ્યો હોવાથી ભરતે મારૂ નામ, મારૂ ગામ અને જ્ઞાતિ બાબતે પૂછપરછ કરી હતી. આથી મેં તેને જણાવ્યું હતું કે, મારૂ નામ હરેશભાઇ સોંદરવા છે અને હું સાવરકુંડલાન સિમરણ ગામનો વતની છું અને દલિત સમાજમાંથી આવું છું. બાદમાં ભરતે મને તેમના ઘરના વેરા બાબતે વેરા પહોંચ બનાવવાનું કહેતા મેં વેરાની બે પહોંચ બનાવી હતી. જેમાં એક પહોંચમા 3650 અને બીજી પહોંચના 2330 એમ કુલ રૂ.4980 માગતા મને આપ્યા નહીં. આથી મેં બન્ને પહોંચ કેન્સલ કરી નાખી હતી.

મને બતાવેલી વેરા પહોંચ મેં જોતા તે 2017-18ના વર્ષની નીકળી
બાદમાં 15 નવેમ્બરના રોજ સવારના 10 વાગ્યે હું ગ્રામપંચાયતમાં હતો. ત્યારે ઓફિસમાં હું તથા રામજીભાઈ કાનજીભાઈ લખતરીયા, જયસુખભાઈ મેઘજીભાઈ શિંગાળા, વલ્લભભાઈ હરજીભાઈ શિંગાળા અને મનજીભાઇ ઘેલાભાઇ વાઘેલા હાજર હતા. દરમિયાન ત્યાં સાડા બાર વાગ્યે ભરત આવ્યો હતો અને તેણે મને વેરા પહોંચ બતાવી હતી અને કહ્યું કે તેઓએ વેરો ભરી દીધો છે. તેમ છતાં તેમનો વેરો કેમ બાકી બોલે છે તેમ કહેતા મેં ચાલુ વર્ષનું કરવેરા રજિસ્ટર તેમને બતાવ્યું હતું. જેમાં ભરતે કોઇ વેરો ભર્યો નહીં હોવાનું બતાવ્યું હતુ. આથી મેં તેને તેમનો કોઇ વેરો ભર્યો નથી અને તેણે મને બતાવેલી વેરા પહોંચ મેં જોતા તે 2017-18ના વર્ષની નીકળી હતી.

લોકોની હાજરીમા મને મનફાવે તેવી ગાળો દેવા લાગ્યો
આથી મેં તેને અમારી પાસે રહેતી ઓફિસ કોપીની નકલ બતાવી હતી અને કહ્યું કે તમે બતાવેલી પહોચ 2017-18ની છે. બાદમાં તે એકદમ ગુસ્સે થઇ ગયો હતો અને હું દલિત જાતિનો હોવાનું તે જાણતો હોવા છતાં ત્યાં હાજર લોકોની હાજરીમા મને મનફાવે તેવી ગાળો દેવા લાગ્યો હતો. તેમજ ગામની બહાર કેમ નીકળશો હું જોઉં છું, તને જાનથી મારી નાખવાનો છે તેવી ધમકી આપવા લાગ્યો હતો. આથી મેં તેને ગાળો નહીં આપવા જણાવતા તેણે 2017-18ની વેરા ભરેલી પહોંચની બુક મારી પાસેથી લઇ ત્યાંથી ભાગી ગયો હતો. આથી ત્યાં બેઠેલા તેના ભાઇ વલ્લભભાઈ હરજીભાઈ શિંગાળા તેમની પાછળ ગયા હતા અને વેરા પહોંચની બુક લઇ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...