ભાસ્કર વિશેષ:રાજકોટમાં 833 મિલકતોના બાકી વેરાબિલ 10 લાખ રૂપિયાથી વધુના, મોબાઈલ ટાવર સૌથી મોટા બાકીદાર

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મનપાના ચોપડે 7 કેટેગરીમાં 5.26 લાખ મિલકતો, નવા વિસ્તારથી આંક 6 લાખે પહોંચશે

રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે અલગ અલગ 7 કેટેગરીમાં 5.26 લાખ મિલકતો છે તેમાંથી સપ્ટેમ્બર મહિનાની સ્થિતિએ 833 મિલકતો એવી છે જેનો બાકીવેરો 10 લાખ રૂપિયા કરતા પણ વધુ છે. જો આ તમામની વસૂલાત થાય તો મનપાની આવકમાં ઘણો વધારો થઈ શકે છે પણ હાલ તો તે શક્ય નથી કારણ કે, આ 833 મિલકતોમાંથી 507 મોબાઈલ ટાવર છે અને તેમના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે તેના કારણે વસૂલાત થઈ શકતી નથી. જ્યારે બીજા ક્રમે રાજ્ય સરકારની કચેરીઓ અને મિલકતો છે તેમાંથી પણ વેરો ભરપાઈ કરાયો નથી.

ત્રીજા ક્રમે કેન્દ્ર સરકારની મિલકતો છે તેમજ કોરોનામાં કરોડો રૂપિયાની કમાણી કરનારી હોસ્પિટલ પૈકી 2 હોસ્પિટલે હજુ વેરો નથી ભર્યો. આ ઉપરાંત ઔદ્યોગિક વસાહત પૈકી 18 કારખાનાઓના વેરા પણ બાકી છે. આ બધામાં કોર્ટ મેટર તેમજ મિલકતધારકો મળતા ન હોવાથી વસૂલાતો થતી નથી તેથી જે વેપારીઓ છે તેમના બે વર્ષથી વધુના વેરા બાકી હોય તો પણ સતત ઉઘરાણી કરીને સીલ કરવાની કાર્યવાહી કરાય છે.

299 કરોડના ટાર્ગેટ સામે 120 કરોડની વસૂલાત થઈ
ચાલુ વર્ષના બજેટમાં વેરા વસૂલાત શાખાને 299 કરોડ રૂપિયાના વેરા વસૂલાતનો લક્ષ્યાંક અપાયો છે. જો કે છ મહિના વીતી ગયા બાદ હજુ સુધીમાં 120 કરોડની વસૂલાત થઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ 83 કરોડ રૂપિયા મકાન વેરા તરીકે મનપાને મળ્યા છે જ્યારે બીજા ક્રમે 4.94 કરોડ રૂપિયા વેરા પરના ચડત વ્યાજની આવક થઈ છે. જો આ વર્ષે લક્ષ્યાંક હાંસલ કરાય તો મનપાના ઈતિહાસમાં સૌથી વધુ વેરાની આવક થઈ ગણાશે.

ક્યા પ્રકારની મિલકતનો કેટલો વેરો બાકી

પ્રકારકુલ સંખ્યાબાકી સંખ્યા
બેંક, નાણાકીય સંસ્થાઓ89927
કેન્દ્ર સરકાર65548
કોમર્શિયલ99993133
મકાન37124433
શૈક્ષણિક સંસ્થા86116
ગેરેજ, સર્વિસ સ્ટેશન5979
ઈન્ડસ્ટ્રીયલ2157318
રાજ્ય સરકાર51379
મોબાઈલ ટાવર717507
અન્ય સમાચારો પણ છે...