તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:જસદણ પાલિકાએ સફાઈ કામદારોનો પગાર નહી ચૂકવતા રોષે ભરાયા, સાવરણા લઇ કચેરી સામે બેસી હોબાળો મચાવ્યો

રાજકોટએક મહિનો પહેલા
સફાઈ કામદારો રોષે ભરાયને સાવરણા લઇ કચેરી સામે બેસી ગયા હતા.
  • અમે જસદણ શહેરને સ્વચ્છ રાખવા માંગણીએ છીએ તો ટાઈમે પગાર કેમ નથી ચૂકવાતો- સફાઈકર્મી
  • વેક્સિન ન લીધી હોવાથી પગાર અટકાવ્યો હોવાની સફાઈ કર્મીઓને શંકા
  • વેક્સિનને લીધે નહીં ઈન્ચાર્જ ચીફ ઓફિસરની સહીના વાંકે પગાર અટવાયો છે - પાલિકાના હેડ ક્લાર્ક

જસદણ નગરપાલિકાના સફાઈ કામદારોને પાલિકા દ્વારા ગત મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાથી સફાઈ કામદારો રોષે ભરાયા હતા. સફાઈ કામદારો સાવરણા લઇ કચેરી સામે બેસી ગયા હતા. જો કે આ સફાઈ કામદારોને પાલિકા દ્વારા પગાર ન ચૂકવવા બાબતે કોરોના વેક્સિન ક્યાંક કારણભૂત હોય તેવી સફાઈ કામદાર આગેવાન અને સેનિટેશન સુપરવાઈઝર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે પાલિકાના હેડ ક્લાર્કે કોરોના વેક્સિનને લીધે કોઈના પગાર અટકાવ્યા નથી અને ઈન્ચાર્જ ચીફ ઓફિસરની સહીના વાંકે પગાર અટવાયો હોવાનું જણાવ્યું હતું.

કોરોનાની વેક્સિન નથી લીધી તેના કારણે પગાર અટકાવી દેવામાં આવ્યો- સફાઇ કામદાર
આ અંગે સમસ્ત ગુજરાત વાલ્મીકી સમાજના પ્રમુખ જીતુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, પાલિકાના કાયમી કર્મચારીઓના પગારો ગત તા.1ના જ થઇ ગયા છે. પણ સફાઈ કામદારો, રોજમદારો કે કોન્ટ્રાક્ટરોના પગાર હજુ સુધી કરવામાં આવ્યા નથી. શક્ય છે કે જસદણ નગરપાલિકાના કર્મચારીઓએ કોરોનાની વેક્સિન નથી લીધી તેના કારણે પગાર અટકાવી દેવામાં આવ્યા હોય.

સફાઈ કામદારો સાવરણા લઇ કચેરી સામે બેસી ગયા હતા.
સફાઈ કામદારો સાવરણા લઇ કચેરી સામે બેસી ગયા હતા.

કાયમી કર્મચારીઓના પગાર તા.1ના રોજ કરી દેવામાં આવ્યા-સેનિટેશન સુપરવાઈઝર
હાલ જસદણ નગરપાલિકામાં સેનિટેશન સુપરવાઈઝર તરીકે કામ કરતા પ્રતાપભાઈ ખાચરે જણાવ્યું હતું કે, સફાઈ કર્મીઓને કોરોનાની રસી મુકવવા બાબતે
​​​​​​​નગરપાલિકાના હેડ ક્લાર્ક સંજયભાઈ ડાભી દ્વારા સૂચના આપવામાં આવી હતી. પણ સફાઈ કર્મીઓના આગેવાન જીતુભાઈ બારૈયાએ સૌ સફાઈ કર્મીઓને રસી મુકાવવાની ના પાડી હતી. કદાચ આ જ કારણે જસદણ નગરપાલિકા દ્વારા તેમનો પગાર અટકાવવામાં આવ્યો હશે. જો કે કોન્ટ્રાક્ટ બેઈઝના કોઈ પણ કર્મચારીનો પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને કાયમી કર્મચારીઓના પગાર તો તા.1 ના રોજ મળી ગયો છે. સફાઈ કામદારો અમને કહે છે કે અમે જસદણ શહેરને સ્વચ્છ રાખવા માગીએ છીએ તો ટાઈમે પગાર કેમ નથી ચૂકવાતો. ​​​​​​​

પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાથી સફાઈ કામદારો રોષે ભરાયા હતા.
પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાથી સફાઈ કામદારો રોષે ભરાયા હતા.

ચીફ ઓફિસરની સહીના વાંકે પગાર કરવાનો બાકી- હેડ ક્લાર્ક
સફાઈ કર્મીઓના પગારના મુદ્દે જસદણ નગરપાલિકાના હેડ ક્લાર્ક સંજયભાઈ ડાભી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈ સફાઈ કામદારોનો પગાર અટકાવ્યો નથી. સાહેબની સહીના વાંકે પગાર બાકી છે. આજે જ સાહેબને મેં ફોન કર્યો હતો કે સફાઈ કામદારો અને રોજમદારોના પગારો કરવાના બાકી છે અને તમે કહો તો અમે ત્યાં ગોંડલ આવીને આપની સહી કરી લઈએ. તો સાહેબે એવું કહ્યું કે અત્યારે મારે ફાયરની ભરતી છે અને એક ઈલેકશન છે એટલે હું ખુબ વ્યસ્ત છું જેથી આજે ધક્કો ન ખાતા. એમની સહી મળતા વાર જોયા વગર અમે પગાર કરી દેશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો