તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દયતા:રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ત્રણ ગાયોને ધારદાર હથિયારના ઘા ઝિંકી લોહીલુહાણ કરી દેવાતા લોકોમાં રોષ ફેલાયો

રાજકોટ17 દિવસ પહેલા
પશુ દવાખાનાના ડોક્ટરોએ ગાયોને સારવાર આપી
  • પોલીસ અને પશુઓના ડોક્ટરને જાણ કરીને ગાયોને સારવાર અપાઈ

અબોલા પશુઓ પર અમાનવિય કૃત્યો વધી રહ્યાં છે. ક્યાંક કૂતરા ઉપર તો ક્યાંક અન્ય કોઈ પશુ પર માણસની જાત અત્યાચાર આચરતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં પણ ત્રણ ગાયો પર કેટલાક કૃર શખ્સો દ્વારા ક્રૂરતા આચરવામાં આવી છે. અજાણ્યા નિર્દયી શખ્સોએ ધારદાર હથિયારના ઘા ઝીંકી ગાયોને લોહીલુહાણ કરી દેતાં જીવદયા પ્રેમીઓ અને વિસ્તારના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મોડીરાત્રે ગાયો પર હૂમલો કરવામાં આવ્યો
મોડીરાત્રે ગાયો પર હૂમલો કરવામાં આવ્યો

નિર્દયી લોકો સામે કાર્યવાહી કરવાની માંગ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારના પુલ નીચે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ગાય ઉપય નિર્દયતાથી ક્રૂર બનીને ઘાતક ધારદાર હથિયાર વડે હૂમલો કર્યો હતો.ત્રણ ગાયોને હથિયાર મારીને લોહીલુહાણ કરી દેવામાં આવી હતી. આ ઘટનાથી આ વિસ્તારમાં રહેતા લોકો તથા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. લોકોએ આવા નિર્દયી લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગાયોને ધારદાર હથિયારથી લોહિલુહાણ કરાઈ
ગાયોને ધારદાર હથિયારથી લોહિલુહાણ કરાઈ

પશુ ડોક્ટરને જાણ કરી ગાયોને સારવાર અપાઈ
ભગવતીપરા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી નારણભાઈના જણાવ્યા મુજબ ગઈકાલ મોડી રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા 3 જેટલી ગાય ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરવામાં આવેલ છે. આ બાબતે સવારના સમયે તેમને જાણ થતા પોલીસ તેમજ પશુ ડોક્ટરને જાણ કરી સારવાર અપાવવામાં આવી હતી. જીવદયા પ્રેમી દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથક સ્થાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જીવદયા પ્રેમી તેમજ આસપાસના વિસ્તારના લોકોના નિવેદન નોંધી હુમલો કોને અને શા માટે કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

હું તો સ્થળ પર જ હતો
આ શિક્ષકની કામગીરી સારી હતી. પરંતુ જે રૂ. 7 લાખનો ઉલ્લેખ કરાયો છે એ તદ્દન પાયાવિહોણો છે. મેં પૈસા માંગ્યા નથી કે લીધા પણ નથી. મૃતદેહ ઉતારતી વખતે અને હોસ્પીટલે હું હાજર જ હતો.
> દિલીપ ગધેસરિયા, પે.સેન્ટર આચાર્ય, જામવાળા

કાર્યવાહી ન કરી એ મારી ભૂલ
અમારા પરના આક્ષેપો સાવ ખોટા છે. એ દારૂ બહુ પીતા. મારી પાસે આખા સ્ટાફની ફરિયાદ આવી તી. તેમની નોકરી ન જાય એટલે સમાધાન કરાવ્યું. પણ કાગળની કાર્યવાહી ન કરી એ મારી ભૂલ રહી ગઇ. બાકી મેં મારી જીંદગીમાં એક રૂપિયાનોય વહીવટ નથી કર્યો.> જયેશ રાઠોડ, ટીપીઓ

બીજાને નોકરી કરવા કહ્યું
25 લાખ રૂપિયા લીધા બાદ બંને ટીપીઓએ તેમની જગ્યાએ એક ભણેલા ઉમેદવારને રાખી નોકરી કરવા કહ્યું હતું.