• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Outbreak Of Dengue In Rajkot, 4 New Cases Reported, Total Number Of Seasonal Patients Exceeded 428, Fine Of Rs. 3,650 Thousand For Mosquito Breeding In 760 Places

રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો હાહાકાર, નવા 4 કેસ નોંધાતા સિઝનના કુલ દર્દીઓ 428ને પાર, 760 જગ્યાએ મચ્છરના બ્રિડિંગ મળતા રૂ.3,650નો દંડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા અન્ય બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટલ, કારખાના, હોસ્ટેલ, ધર્મ સ્થળ, સરકારી કચેરીઓ સહિત 760 જગ્યાએ ચકાસણી કરવામાં આવી - Divya Bhaskar
તંત્ર દ્વારા અન્ય બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટલ, કારખાના, હોસ્ટેલ, ધર્મ સ્થળ, સરકારી કચેરીઓ સહિત 760 જગ્યાએ ચકાસણી કરવામાં આવી
  • એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 206 કેસ,સામાન્ય તાવના કેસ 156 અને અને ઝાડા-ઉલટીના 48 કેસ દાખલ

રાજકોટમાં એક તરફ ઓમીક્રોનની દહેશત ફેલાઈ રહી છે ત્યારે મચ્છરજન્ય ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા સપ્તાહમાં ખતરનાક ડેંગ્યુ તાવના વધુ 4 દર્દી નોંધાતા સિઝનના કુલ દર્દીઓનો 428ને પાર થઇ ગયો છે. તો મેલેરીયાના 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. આ દરમ્યાન ચકાસણીમાં ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવ જોવા મળતા અઠવાડિયામાં આવી 760 જગ્યાઓના સંચાલકો પાસેથી રૂા.3,650 હજારનો દંડ લેવામાં આવ્યો છે.

મેંલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે
આરોગ્ય શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક આંકડા મુજબ ગત તા.13-12થી 19-12 દરમ્યાન ડેંગ્યુના નવા 4 દર્દી નોંધાતા ચોપડા પર સત્તાવાર રીતે દર્દીઓનો આંકડો 428 થયો છે. તો મેલેરીયાના 1 સહિત કુલ 56 અને ચિકનગુનિયાના 2 સહિત કુલ 39 કેસ નોંધાયા છે. જોકે ખાનગી દવાખાનાઓમાં પણ ડેંગ્યુ અને મેલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા એક અઠવાડિયામાં શરદી,ઉધરસના 206 કેસ નોંધાયા
જયારે છેલ્લા એક અઠવાડિયામાં શરદી,ઉધરસના 206 કેસ,સામાન્ય તાવના કેસ 156 અને અને ઝાડા - ઉલટીના 48 કેસ, ટાઈફોઈડ તાવનો 1 કેસ અને ડોગ બાઈટના કેસ 292 દાખલ થયા છે. જેને લઈને હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. અને આરોગ્ય અધિકારી દ્વારા શરદી અને કફના દર્દીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે.

દવા નાંખી પોરાનાશક કામગીરી કરવામાં આવી
દવા નાંખી પોરાનાશક કામગીરી કરવામાં આવી

રૂા.7,050 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
વધુમાં મચ્છરજન્ય રોગચાળા અટકાયત પગલાના ભાગરૂપે આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા સઘન સર્વે અને ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન 2,663 મકાનોમાં ફોગીંગ કરીને 16,060 પાણીના ટાંકામાં દવા નાંખી પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. જુદા જુદા પ્રકારની મિલકતોની ચકાસણી કરાતા બેદરકારીથી મચ્છરની ઉત્પતિ થયાનું દેખાયું હતું. જે બદલ 1057 આસામીને નોટીસ આપી રૂા.7,050 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

760 જગ્યાએ ચકાસણી કરવામાં આવી
તંત્ર દ્વારા અન્ય બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટલ, કારખાના, હોસ્ટેલ, ધર્મ સ્થળ, સરકારી કચેરીઓ સહિત 760 જગ્યાએ ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે લોકોને મચ્છરજન્ય રોગચાળાથી બચવા ખાસ તકેદારી રાખવાની અપીલ કરતા જણાવ્યું છે કે આ એડીસ મચ્છરો શુધ્ધ પાણીમાં જ જન્મે છે. આથી સાફ સફાઇ ખુબ જરૂરી છે. પાણીમાં જોવા મળતા પોરા અને લારવા એ મચ્છરના બચ્ચા છે. તે જોવા મળે તો તુરંત નાશ કરવો અનિવાર્ય છે.