તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકડાનું ઉઠમણું:રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 967 દર્દીમાંથી 537 ડિસ્ચાર્જ, 198 સારવારમાં તો 232નાં મોત?

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાની જેમ મૃતાંક ઓછો બતાવવો પડે એટલે ડેથ ઓડિટ કમિટીનું ડિંડક શરૂ કરાયું, રિપોર્ટ બાકી રાખ્યા
  • રાજકોટ સિવિલે સર્જરીનો રેકોર્ડ જાહેર કરી વાહવાહી મેળવી પરંતુ કેટલાક દર્દીઓનાં મોત થયા તે અંગે ભેદી મૌન સેવી લીધું

રાજકોટમાં રાજ્યના સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ નોંધાયા હતા અને સૌથી વધુ સર્જરી કરવાનો રેકોર્ડ પણ રાજકોટના નામે છે. જોકે અત્યાર સુધીમાં કેટલાં મોત થયા છે તેનો આંક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રએ સર્જરી કેટલી થઈ તેનો આંક બતાવીને દેશમાં સૌથી વધુ સર્જરી કર્યાના રેકોર્ડ જાહેર કરી વાહવાહી લૂંટી છે.

તબીબો અને સર્જનોએ ખરેખર આ કટોકટીમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે પણ વહીવટી તંત્ર માહિતીઓ બહાર પાડવામાં ખેલ પાડી રહી છે. કોરોનાની સારવાર દરમિયાન કેટલાં મોત થયા અને તેમાંથી કેટલા કોવિડ ડેથ હતા તે રોજ જાહેર કરાય છે પણ મ્યુકરમાં આ માહિતી જાહેર કરાતી નથી. કારણ કે, મ્યુકરમાઈકોસિસમાં ડેથ રેશિયો કોરોના કરતા અનેકગણો વધારે હોય છે.

તબીબી અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદીને આ અંગે પૂછવામાં આવતા તેઓએ આંકડા મેળવવા પડશે તેવી જ સતત દલીલ કરી હતી. પણ, તેઓએ કહ્યું હતું કે, કેટલા દર્દી અત્યાર સુધીમાં દાખલ થયા હતા તેમાંથી કેટલા ડિસ્ચાર્જ થયા અને હાલ કેટલા દર્દી સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં આ ત્રણ ઉપરાંત ચોથો આંક એટલે કે મોત હોય છે. દાખલ દર્દી, ડિસ્ચાર્જ અને મોત આ ત્રણેયનો સરવાળો કુલ દર્દી જેટલો થતો હોય છે. તેથી આ ફોર્મ્યુલાના આધારે મ્યુકરમાઈકોસિસના અત્યાર સુધીના કુલ 967 દર્દીમાંથી 537 ડિસ્ચાર્જ અને હાલમાં 198 સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા બાદ કરતા 232 દર્દી વધે છે જે મૃતાંક હોય શકે. આ આંક તબીબી અધિક્ષકને આપવામાં આવતા તેઓ મૌન રહ્યા હતા અને ના પાડી શક્યા ન હતા. આ ગણતરીએ રાજકોટ સિવિલ હોસ્પિટલનો મ્યુકરમાઈકોસિસમાં મૃતાંક 24 ટકા જેટલો છે.

આ દર્દીઓનાં મોતમાંથી કેટલા જાહેર કરવા તે અંગે તંત્ર અસમંજસમાં રહેતા કોરોનાની જેમ મ્યુકરમાઈકોસિસમાં પણ ડેથ ઓડિટ કમિટીનો નિયમ બનાવ્યો છે. જોકે હજુ સુધી તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી તેથી કમિટી પણ આ મુદ્દે ખોટો રિપોર્ટ તૈયાર કરવા રાજી નથી તે સ્પષ્ટ થાય છે.

મ્યુકરમાઈકોસિસથી મોત થયું હોય તેવા 40ની અંતિમ વિધિ કરાઈ
કોરોના પોઝિટિવનાં મોત થાય તો અંતિમ વિધિ કોવિડ પ્રોટોકોલથી થાય છે. આ જ પદ્ધતિએ ઘણા મ્યુકરમાઈકોસિસના દર્દીઓની અંતિમ વિધિ કરાઈ છે. બાપુનગર સ્મશાન ગૃહના સંચાલક નિર્મળ ભંડેરીના જણાવ્યા અનુસાર મ્યુકરમાઈકોસિસના દર્દીઓને પણ પ્લાસ્ટિકમાં પેક કરીને સ્મશાને લવાય છે. તેની અલગથી કોઇ નોંધ કરાતી નથી પણ ફૂગને કારણે ક્ષત વિક્ષત ચહેરા અને ઓપરેશન પરથી ખ્યાલ આવી જાય કે તે મ્યુકરના દર્દી હતા. આવા 40થી વધુ મૃતકની અંતિમ વિધિ મારી સમક્ષ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...