તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી અંગે નોટિસ:રાજકોટની 191 હોસ્પિટલમાંથી 147 પાસે ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો પણ નથી, ફાયરવિભાગે ચેકિંગ કરી 58 હોસ્પિટલને ઘટતાં સાધનો ખરીદી કરવા આપી નોટિસ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે રાજકોટની તમામ બેડવાળી હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કર્યું છે. શહેરની 191 હોસ્પિટલમાંથી 147 પાસે ફાયર સેફ્ટીનાં પૂરતા સાધનો ન હોવા છતાં બેખૌફ ચાલી રહી છે. છેલ્લા બે માસમાં ફાયરવિભાગે આ 147 હોસ્પિટલોને પૂરતા સાધનો ન હોવાથી તે ખરીદી કરવા સૂચના આપી હતી. પરંતુ દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલ કરનાર મોટાભાગની હોસ્પિટલોએ ફાયરના સાધનો ખરીદી કરવાની તસ્દી પણ લીધી નથી. ફાયર વિભાગે તાજેતરમાં ફરી એક વખત ચેકિંગ કરી 58 હોસ્પિટલને નોટિસ આપી છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે છેલ્લા બે માસ દરમિયાન 191 હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન 44 હોસ્પિટલમાં ફાયરના પૂરતા સાધનો જોવા મળ્યા હતા. તેમજ 147 હોસ્પિટલમાં પૂરતા ફાયરના સાધનો ન હોવાથી તેમને ફાયરના સાધનો ખરીદી કરવા તાકીદ હતી. આ નોટિસ આપ્યા બાદ ફરી એક વખત મનપાએ હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કર્યું જેમાં 58 હોસ્પિટલને ફાયરના સાધનો મુકવા અંગે નોટિસ આપવામાં આવી હતી.

તમામ હોસ્પિટલમાં રી-ઇન્સ્પેકશન થશેચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આવેલી તમામ હોસ્પિટલમાં ફાયર સ્ટેશન મુજબ ચેકિંગ કરવાનુ શરૂ કર્યું છે. અગાઉ પણ હોસ્પિટલોમાં ફાયર સાધનો અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 58 હોસ્પિટલને નોટિસ અપાઈ છે.આગ લાગે ત્યારે ફાયર એનઓસી યાદ આવે ગુજરાતમાં કોઇપણ શહેરમાં આગની મોટી ઘટના બને ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને ફાયર એનઓસી યાદ આવે છે અને ચેકિંગ શરૂ કરવામાં આવે છે. ચેકિંગ કર્યા બાદ જે સ્થળે ફાયરના પુરતા સાધનો નથી તે સંસ્થા કે પેઢીને નોટિસ આપ્યા બાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ભુલી જાય છે. રાજકોટમાં હોસ્પીટલમાં આગ લાગતા ફરી ફાયર વિભાગે હોસ્પિટલમાં ચેકીંગ શરૂ કર્યુ અને નોટિસ આપવાની શરૂઆતકરી છે.

અન્ય સમાચારો પણ છે...