ભાસ્કર ઈમ્પેક્ટ:10.41 લાખમાંથી સુધારી રૂ.1544નું વીજબિલ અપાયું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લેટમાં વીજકર્મીએ રીડિંગ ખોટા લીધા’તા
  • મીટર રીડર અને અન્ય અધિકારીને પણ બિલ બનાવ્યા બાદ ખરાઈ કરવા તાકીદ કરાઇ

પીજીવીસીએલએ તાજેતરમાં જ 1 બીએચકેના ફ્લેટમાં રહેતા વીજગ્રાહકને 10.41 લાખનું વીજબિલ ફટકાર્યા અંગેનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થયા બાદ વીજકંપનીએ તાત્કાલિક જે-તે સ્થળે જઈને સાચા મીટર રીડિંગ તપાસતા અગાઉ મીટર રીડરે ખોટા રીડિંગ લીધા હોવાથી આવી ભૂલ થઇ હોવાનું જાહેર કર્યું હતું અને તાત્કાલિક ધોરણે જૂનું રૂ.10,41,368નું બિલ લઇને તેની જગ્યાએ સાચા રીડિંગ પ્રમાણે રૂ.1544નું બિલ આપ્યું હતું.

રાજકોટ શહેરના સિટી ડિવિઝન-2 હેઠળના બેડીનાકા સબ ડિવિઝન કચેરી હેઠળ આવતા રેસકોર્સ પાર્ક વિસ્તારના વીજગ્રાહક જયંતભાઈ રસિકલાલ વાડોદરિયાને મીટર રીડર દ્વારા તા.5ના રોજ રૂ. 10,41,368નું બિલ આપ્યું હતું. જે અંગે પીજીવીસીએલને જાણ થતા તાત્કાલિક હકીકત તપાસતા એવું માલૂમ પડ્યું કે, મીટર રીડર દ્વારા વાસ્તવિક રીડિંગ (એટલે કે 13761 kwh) ને બદલે વર્તમાન રીડિંગ (એટલે કે 137661 kwh)ની ભૂલને કારણે, રૂ.10,41,368નું ખોટું વીજબિલ જનરેટ થયું હતું. વર્તમાન રીડિંગમાં બે વાર 6ના અંકની ભૂલ થવાને કારણે આવું બિલ જનરેટ થયું હતું. હકીકત જાણ્યા બાદ પીજીવીસીએલે રિડીંગ લઈને નવું વીજબીલ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...