તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ યાત્રા:અનુભવી અને 108ની સેવા જેવા અમારા નગરસેવક હોવા જોઈએઃ વોર્ડ નં.13ના રહેવાસી

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોથી પરિચિત તકલીફો સમજવાની કુનેહ ધરાવતા કોર્પોરેટર જોઈએ છે

વોર્ડ નં. 13ના ચંદ્રેશનગરના રહેવાસીઓ જણાવ્યા અનુસાર, જે કોઈ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ પછી તે કોઈ પણ પક્ષના હોય તેને ખ્યાલ હોવો જોઈએ કે, સ્થાનિકોના કામ ક્યાંથી કરાવી શકાઈ. સમજદાર નેતા હોય તો ઘણા પ્રશ્નો પોતાની કુનેહથી નિરાકરણ પણ લાવી શકે. નગરસેવકે પ્રજાને ખોટા વાયદાઓ ન કરવા જોઈએ અને તેઓને કોઈ ભ્રમમાં પણ ન રાખવા જોઈએ. હાલની સ્થિતિ મુજબ ઘણા કોર્પોરેટરને એ પણ ખ્યાલ નથી હોતો કે, પ્રશ્નોનું નિરાકરણ ક્યાંથી આવે, આ વખતે તેઓને 108ની સેવા જેવા નગરસેવક જોઈએ છે. જે અનુભવી હોય અને પબ્લિક સાથે એક્ટિવ રીતે જોડાયા હોય. રોષ વ્યક્ત કરતા સ્થાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે, મત લેવા માટે નગરસેવકો આવે પછી જીત્યા બાદ અન્ડરગ્રાઉન્ડ થઇ જતા હોય છે. આ મનપાની ચૂંટણીમાં લોકોના કામને જોઈ મતદાન કરવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, તો ઘણા લોકોએ પક્ષ અને વ્યક્તિને જોઈ મતદાન કરવાનું કહ્યું હતું. હાલ મેમાનો પ્રશ્ન અત્યંત લોકોને સતાવી રહ્યો છે, ત્યારે લોકોએ અપેક્ષા રાખતા કહ્યું હતું કે, નવી પેનલ મેમા પ્રશ્નને ત્વરિત નિવારે.

તમામ વર્ગના લોકોને સાથે રાખી કામ કરવા જોઈએ
વોર્ડ નં.13ના રહેવાસીઓના જણાવ્યા મુજબ જે કોઈ પક્ષના નગરસેવકને વોર્ડની જવાબદારી મળે તેને કોઈ એક ચોક્કસ વર્ગ નહિ પણ તમામને સાથે રાખી તેમની તકલીફો નિવારવી જોઈએ અને ભરોસો પણ અંકે કરવો જોઈએ. લોકોના જણાવ્યા અનુસાર ઘણા પ્રશ્નો લાત્તાવાસીઓ પોતાની સૂઝબૂઝથી સુલજાવી લ્યે છે. ત્યારે જો નેતામાં સેવાકીય ભાવ હોય તો કોઈ જ પ્રશ્નો ન ઉદભવે. મતદાનને લઇ લોકોએ ઉત્સાહ દાખવતા કહ્યું હતું કે, મતદાન તો ચોક્કસ કરશે પણ ગત ટર્મમાં થયેલા કામોને ધ્યાને લઇ.

કામ થાય છે પણ ગલ્લા તલ્લા ખૂબ કરવા પડે છે
વોર્ડના સ્થાનિકોએ જણાવ્યું હતું કે,તેમની તકલીફોનું નિરાકરણ આવે છે પણ નગરસેવકને ઘણા જ ગલ્લાં-તલ્લાં કરવા પડે છે. લોકોએ અપેક્ષા રાખતા કહ્યું હતું કે, ખરા અર્થમાં પ્રજાનો નેતા એક ફોન પર હાજર રહે તેઓ જ હોવો જોઈએ. આ સાથોસાથ નવલનગરમાં જે 200 જેટલા સૂચિત મકાન છે તેની રજૂઆત ઘણા સમયથી દરેક સ્તર પર કરવામાં આવી છે ત્યારે આ ગંભીર સમસ્યાનું ત્વરિત નિવારણ આવે તેવી માગણી પણ કરી હતી, તો બીજી તરફ લુખ્ખાઓના ત્રાસથી વિસ્તારને ઉગારવા માટે પોલીસ પેટ્રોલિંગનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ છે લોકોની અપેક્ષા

  • સેવાભાવી, નિ:સ્વાર્થ વ્યક્તિત્વ ધરાવતો નગરસેવક જોઈએ છે.
  • સમજદારીની સાથે લોકો સાથે જોડાયેલા નેતાની જરૂર છે
  • પ્રશ્નો નાના હોય કે મોટા તેનો હલ લોકોને સાથે રાખી લાવવો.
  • પ્રજાની તકલીફ સમજવાની કુનેહ ધરાવતો નગરસેવક હોવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો