રાજકોટના સમાચાર:OTP આધારીત સિસ્ટમમાં 4.26 લાખ ફરિયાદ આવી, મનપાને નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ એનાયત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી સુધારણા ક્ષેત્રે લેવામાં આવી રહેલા પગલાંઓ રંગ લાવી રહ્યા છે. આ પગલાં પૈકી ગત વર્ષથી શરૂ કરવામાં આવેલી OTP આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને ભારત સરકાર દ્વારા નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ આપવામા આવતા રાષ્ટ્રીય સ્તરે રાજકોટ મહાનગરપાલિકાને ગૌરવ પ્રાપ્ત થયું છે. અને વહીવટી સુધારણામાં મહાનગરપાલિકાએ મોટી સિદ્ધિ હાંસિલ કરતા ઠેર-ઠેર ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.જેમાં મહાનગરપાલિકાને આ એવોર્ડ ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સીંઘ દ્વારા આપવામા આવ્યો હતો. એવોર્ડની ટ્રોફી અને એવોર્ડ સર્ટીફીકેટ તેમજ રૂ.3,00,000નો પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

કુલ 4.26 લાખ ફરિયાદ નોંધાઈ
આ સેવા અંતર્ગત મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અંગે ફરિયાદ નોંધાવતા શહેરીજનો ફરિયાદનો નિકાલ થાય ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારી ફરિયાદી નાગરિક પાસેથી ઓટીપી મેળવે છે. તેમજ મહાનગરપાલિકાની સિસ્ટમમાં જે તે ફરિયાદનો નિકાલ થયાનું સ્ટેટસ અપડેટ કરી શકે છે. મહાનગરપાલિકાએ આ સેવા શરૂ કરી ત્યારથી આજ દિન સુધી 4,26,920 ફરિયાદ તેમાં નોંધાઈ છે. અને મોટાભાગની ફરીયાદનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું છે.

કઈ રીતે કામ કરે છે OTP સિસ્ટમ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત OTP ફરિયાદ નિવારણ માટે લોકોને ફરીયાદ નોંધાવવા માટે જુદા જુદા ઓપ્શન જેવાકે 24X7 કોલ સેંટર (ટોલ ફ્રી નંબર- 1800-123-1973), વોટ્સએપ (9512301973), મોબાઇલ એપ, વેબસાઈટ વિગેરે આપેલ છે. તેમજ દરેક પ્રકારની ફરીયાદોની નીવારણ અંગેની સમય મર્યાદા નક્કી કરવામા આવેલ છે તેમજ મોબાઇલ એપ. મારફત નોધવામા આવતી ફરીયાદોનું જીઓ રેફરન્સીંગ પણ કરવામા આવે છે. સફાઇ, ડ્રેનેજ, પાણી વિગેરે લગત ફરીયાદોનો નિકાલ સમયે ફરીયાદીને OTP મોકલવામા આવે છે અને ઓટીપી મનપાના અધિકારી દ્વારા પોતાની મોબાઈલ એપ પર એન્ટર કર્યા બાદ જ ફરીયાદનો નિકાલ થઈ શકે છે. આ ઉપરાંત શહેરીજનો પાસેથી તેઓની ફરીયાદ બાદ થયેલ કામગીરી તેમજ મનપાના સ્ટાફનાં વર્તન અંગે પણ ફીડબેક લેવામા આવે છે. આ સીસ્ટમ દ્વારા કરવામાં આવતી તમામ ફરીયાદોનું મોનીટરીંગ - એનાલીસીસ મ્યુ. કમિશ્નર દ્વારા કરવામાં આવે છે.

એર ઇન્ડિયાની મુંબઇ-રાજકોટની હવાઇ સેવા બંધ
મુંબઇ-રાજકોટ-મુંબઇ વચ્ચે સવારના સમયે ચાલતી એર ઇન્ડિયાની હવાઇ સેવા થોડા સમય પહેલા બંધ થયેલ હોય, મુંબઇ- રાજકોટ-મુંબઇ વચ્ચેના ટ્રાવેલીંગ કરતા વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને એક જ દિવસમાં મુંબઇ કે રાજકોટ ટ્રાવેલીંગ કરી પોતાના કાર્ય પૂર્ણ કરવાની સગવડ બંધ થઇ ગયેલ છે. તેથી આ હવાઇ સેવા બંધ થતા રાજકોટના ઉદ્યોગકારોને પોતાના વેપારમાં અડચણ ઉભી થયેલ છે.આ અંગે આ હવાઇ સેવા સવારના જે-તે સમયે ફરી શરૂ કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા એર ઇન્ડિયાના જનરલ મેનેજર તથા કેન્દ્ર સરકારના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતીરાદિત્ય સીધયા તેમજ ડાયરેકટર જનરલ સીવીલ એવીએશન સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...