• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Otala Chhapra Kaddbhus At 28 Places On Padak Road In Rajkot, Bulldozer Of Tantra Returned Under Pressure, TP Branch 910 Sq. In The Open Space

ડિમોલીશન:રાજકોટના પેડક રોડ પર 28 સ્થળે ઓટલા-છાપરાં કડડભૂસ, તંત્રનું બુલડોઝર દબાણ પર ફર્યું, ટીપી શાખાએ 910 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરી

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વીક વન રોડ અંતર્ગત મનપાએ ઝીરો લેવલ પાર્કિંગ કરવા દબાણો દુર કર્યા

રાજકોટમાં આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના પેડક રોડ પર 28 સ્થળે માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને 910 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

ઝીરો લેવલ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા ઝુંબેશ શરૂ
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારાવોર્ડ નં. 5 અને 6 માં પેડક રોડ પર પાર્કિંગ અને માર્જિનમાં થયેલા દબાણો દુર કરી ઝીરો લેવલ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વન વીક વન રોડ અંતર્ગત વેરા વસુલ શાખા દ્વારા પેડક રોડ ખાતેથી 62 આસામીઓ પાસેથી રૂ.21.63 લાખના વેરાની વસુલાત કરવામાં આવી હતી તેમજ વોર્ડ નં.5માં 02 અને વોર્ડ નં.6માં 6 મિલકતોને સીલ કરવામાં આવી છે.

બુલડોઝર સહિતનો કાફલો પેડક રોડ પર ત્રાટક્યો
વહેલી સવારથી બુલડોઝર સહિતનો કાફલો પેડક રોડ પર ત્રાટક્યો હતો. અનેક મિલકત કારકોએ પાર્કિંગની જગ્યામાં છાપરા તેમજ બેનરો ખડકી દીધેલા તેમજ લોકો વાહન પાર્ક ન કરી શકે તે માટે દુકાનની આગળ મુકવામાં આવેલ લોખંડની ઝાળી તથા દુકાનના માર્જિંનમાં થયેલા પાકા ઓટાના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

વોર્ડ નં.5 તથા 6માં તંત્ર દબાણ હટાવવામાં આવ્યા
વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.5 તથા 6માં સમાવિષ્ટ પેડક રોડ પર અમિતફુટવેર છાપરાનું બાંધકામ, વત્સલ સેલ્યુલર છાપરાનું બાંધકામ, ગુડલક ઈલેકટ્રીક છાપરાનું બાંધકામ, પૂજન મેડિકલ સ્ટોર છાપરાનું બાંધકામ, પંડિત દીનદયાળ ગ્રાહકભંડાર છાપરાનું બાંધકામ, પટેલ સોપારી સેન્ટર છાપરાનું બાંધકામ, શ્રીજી ગાઠીયા છાપરાનું બાંધકામ, કુમકુમગીફ્ટ શોપ છાપરાનું બાંધકામ, શિવ શક્તિ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ, બજરંગ પ્રોવિઝન સ્ટોર છાપરાનું બાંધકામ, પટેલ ખમણ છાપરાનું બાંધકામ હટાવામાં આવ્યું હતું

બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું
આ સાથે પટેલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર છાપરાનું બાંધકામ, ભોજલ કલીનીક છાપરાનું બાંધકામ, અમુલ સેલ્સ એજન્સી છાપરાનું બાંધકામ, કનૈયા ટી સ્ટોલ -ડીલાઈટ પાન છાપરાનું બાંધકામ, ગાત્રાળ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ, શક્તિ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ, માં સિઘોઈ હોટેલ છાપરાનું બાંધકામ, આશાપુરા સેલ્સ એજન્સી છાપરાનું બાંધકામ, ખોડીયાર ટી સ્ટોલ છાપરાનું બાંધકામ, એ-વન ઓપ્ટીકલ્સ છાપરાનું બાંધકામ, પોપ્યુલર ફૂટવેર છાપરાનું બાંધકામ, વાઈબ્રન્ટ હેર સલુન છાપરાનું બાંધકામ, ખોડલ મોબાઈલ એસસરીઝ છાપરાનું બાંધકામ, વિશાલ શુઝ છાપરાનું બાંધકામ, શિવાલય પાન છાપરાનું બાંધકામ, ડીલક્સ પાન છાપરાનું બાંધકામ, મોમાઈ ટી સ્ટોલ છાપરાનું બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.