તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્ય ભાસ્કરની પહેલ:કોરોનામાં મૃત્યુ પામેલા 927 દિવંગત આત્માની શાંતિ માટે અસ્થિપૂજન

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પ્રોટોકોલના કારણે અનેક ધાર્મિકવિધિ થઈ શકી નહીં, આથી ભાસ્કરે પરિવાર બની વિધિ કરાવી

કોરોનાને કારણે અનેક પરિવારે તેના સ્વજન ગુમાવ્યા છે, કોરોના પ્રોટોકોલને કારણે મૃતકની અનેક ધાર્મિકવિધિ પરિવારજનો કરી શક્યા નથી અને આ વસવસો તેમના માટે સ્વજન ગુમાવ્યા જેટલો જ હૃદય સ્પર્શી રહ્યો, કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માને શાંતિ મળે તે માટે દિવ્ય ભાસ્કરે સમગ્ર માનવજાત અને દિવંગતોના પરિવાર વતી મૃતાત્માની શાંતિ માટે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી.

નર્મદા કિનારે આવેલા ગજાનન આશ્રમ માલસરના અધ્યક્ષ ગુરુજી વિજયભાઇ જોષી અને ઋષિકુમારોએ મંગળવારે રાજકોટના બાપુનગરમાં આવેલા જય સરદાર યુવા ગ્રૂપ સંચાલિત મુક્તિધામ ખાતે કોરોના મૃતકોની અસ્થિનું પૂજન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. શાસ્ત્રીજી વિજયભાઇ અને ઋષિકુમારોએ તમામ અસ્થિઓ પર ગંગાજળ, તુલસીપત્ર અને પુષ્પ અર્પણ કરી વિધિ કરી હતી. દૂધની ધારા અસ્થિ પર કરી માનસિક તર્પણ,પિતૃમંત્ર દ્વારા યજુર્વેદના પુરુષ સુક્તના મંત્રો સાથે અભિષેક કર્યો હતો.

વિજયભાઇ જોષીએ કહ્યું હતું કે, અસ્થિ એ શરીર અને મૃતાત્માની અંતિમ નિશાની છે, અસ્થિ વિસર્જન બાદ દેહિક સંબંધોનું વિસર્જન થાય છે અને આજે આપણે આ વિધિ કરીને કોરોનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. અને શ્રદ્ધાંજલિ અર્પી છે.

અન્ય સમાચારો પણ છે...