ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી:રાજકોટના રેસકોર્સ મેદાનમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન; ઇન્ડિયન આઇડલ ફેમ કલાકારોએ ધૂમ મચાવી

રાજકોટ2 મહિનો પહેલા
ઇન્ડિયન આઇડલ ફેમના કલાકારો. - Divya Bhaskar
ઇન્ડિયન આઇડલ ફેમના કલાકારો.
  • કોરોના કાળના અઢી વર્ષ પછી શહેરમાં ‘સપ્તરંગી સાંજ’ નામની સંગીત સંધ્યાનું આયોજન થયું

રાજકોટમાં આજે ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરુણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી હતી. 25 હજારથી વધુ લોકોએ રેસકોર્સ મેદાનમાં લાઇવ મ્યુઝિકનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાના બે વર્ષ બાદ એકસાથે આટલા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો.

ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરુણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી
ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરુણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી
પૂર્વ CM રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ CM રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
પવનદીપ
પવનદીપ

રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સ્થાપના દિવસે મ્યુઝિકલ નાઇટનું આયોજન કર્યું હતું. ઇન્ડિયન આઇડલના નામી કલાકારોએ સૂરીલા અવાજમાં ગીતો સંભળાવી યુવાનોથી લઈને વૃદ્ધોને પોતાના અવાજના ઘેલા બનાવી દીધા હતા. કેટલાક ફેન્સ પોતાના ગમતા કલાકારના ચિત્રો બનાવી તેમને ભેટ આપવા માટે આવ્યાં હતા તો પોતાના ગમતા કલાકારોને કેટલાક લોકોએ કેમેરામાં પણ કેદ કર્યા હતા.

મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો
મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો
મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
ફેન્સે પોતાના ગમતા કલાકારોને કેમેરામાં કેદ કર્યા હતા.
ફેન્સે પોતાના ગમતા કલાકારોને કેમેરામાં કેદ કર્યા હતા.
યુવાનો ગીતો પર ઝૂમી ઊઠ્યા હતા.
યુવાનો ગીતો પર ઝૂમી ઊઠ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...